તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં બાગેશ્વર બાબાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.. તેમણે આને સનાતનીઓ સામે સુયોજિત કાવતરું ગણાવ્યું છે.. તેમણે કહ્યું કે ભારતના સનાતનીઓના ધર્મને ભ્રષ્ટ કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આંધ્ર પ્રદેશ સરકારને સૌથી કડક કાયદો બનાવવા અને દોષિતોને મૃત્યુદંડ આપવાની માંગ કરી.તેમણે કહ્યું છે કે દક્ષિણ ભારતમાં તિરુપતિ બાલાજીના પ્રસાદના ભાગરૂપે ચરબી અને ઘીમાંથી બનાવેલા લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો આ માહિતી સાચી હોય તો તે એક મોટો અપરાધ છે, ચોક્કસપણે ભારતના સનાતનીઓ સામે સુયોજિત કાવતરું ઘડવામાં આવ્યું છે. આ પ્રકારનું કૃત્ય કરીને ભારતના સનાતનીઓના ધર્મને ભ્રષ્ટ કરવાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે.
ભારતમાં બીજી કોઈ દુર્ઘટના થઈ શકે નહીં’
તેમણે વધુમાં કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ત્યાંની સરકાર કડક કાયદો બનાવે અને ગુનેગારોને ફાંસીની સજા આપે. જો ભગવાનને પ્રસાદમાં પ્રાણીની ચરબી કે માછલીના તેલનો ઉપયોગ કરવામાં આવે તો ભારતમાં વર્તમાનમાં આનાથી મોટુ દુર્ભાગ્ય બીજુ કોઈ ન હોઈ શકે.
‘તમામ સનાતનીઓની સંપૂર્ણ તપાસ થવી જોઈએ’
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે આ બાબતની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને હું સરકારને કહીશ કે હિન્દુ મંદિરોને વહેલી તકે હિન્દુ બોર્ડ હેઠળ મૂકવામાં આવે. જેથી કોઈ પણ સનાતનીની આસ્થાને ઠેસ ન પહોંચે, આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. હું ઈચ્છું છું કે સનાતની દ્વારા તમામ તીર્થસ્થળોની સંપૂર્ણ તપાસ કરવામાં આવે. આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે સૌએ એકજુટ થઈને તૈયાર રહેવું જોઈએ અને હવે મંદિરોને માત્ર સનાતનીઓના નિયંત્રણમાં લાવવા જોઈએ, નહીં તો આવી પરિસ્થિતિઓ સર્જાતી રહેશે.
મહત્વનું છે કે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના લાડુમાં માછલીનું તેલ અને પ્રાણીની ચરબીનું મિશ્રણ હોવાની પુષ્ટિ થઈ હતી . નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના રિપોર્ટ અનુસાર, તિરુપતિ મંદિરમાં તૈયાર કરાયેલા લાડુમાં પશુઓની ચરબી અને માછલીનું તેલ મિશ્રિત થાય છે. આ બધું તે ઘીમાં જોવા મળે છે જેમાંથી લાડુ તૈયાર કરવામાં આવે છે.