Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

તમે આ બિલથી અમારુ અસ્તિત્વ મીટાવવા માંગો છો પરંતુ અમે તેમ થવા નહીં દઇએ : ઓવૈસી

Spread the love

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી હવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એક્શન મોડમાં આવ્યા છે. આ ક્રમમાં, તેઓ સોમવારે મહારાષ્ટ્રના ઔરંગાબાદ પહોંચ્યા અને તેમના ઉમેદવારની તરફેણમાં લોકો પાસેથી સમર્થન માંગ્યું. અસદુદ્દીન ઓવૈસીએ ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો અને કેન્દ્ર સહિત અન્ય રાજકીય પક્ષોને નિશાન બનાવ્યા.AIMIM દ્વારા વકફ સુધારા બિલ પર ઓવૈસીનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, ‘બાબરી મસ્જિદથી, દિલ્હીની સડકો પર અમારી લોહિયાળ હોળી રમવાથી, અમારા બાળકોના એન્કાઉન્ટરથી, અમારા ઘરોને બુલડોઝરથી તોડીને, અમારી છોકરીઓના માથા પરથી હિજાબ દુર કરીને તમારું દિલ નથી ભરાયું કે હવે હવે તમે વક્ફ સંશોધન બિલ 2024 દ્વારા અમારું અસ્તિત્વ મિટાવવા માગો છો, અમે અમારું અસ્તિત્વ ભૂંસાઈ નહીં જવા દઈએ.

— ‘અમને તમારો અવાજ મોકલો :- આ વીડિયોમાં અસદુદ્દીન ઓવૈસી પણ લોકોને અપીલ કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું, મિત્રો અને વડીલો, હું તમને અપીલ કરું છું કે જેઓ વકફ સંપત્તિનો નાશ કરવા આવી રહ્યા છે, તમે અને અમે તેમનો રાજકીય રીતે નાશ કરીએ. મજલિસના પ્રતિનિધિઓને મહારાષ્ટ્ર વિધાનસભામાં મોકલવા માટે તમને અપીલ છે. તમારી પાસે અવાજ નથી તો કોણ ઉઠાવશે? જેઓ તમારા માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે, તેમને તમારા અવાજ તરીકે મોકલો.

— PM મોદી પર શું કહ્યું? :- અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, ‘પીએમ મોદી, તમે અમારા અસ્તિત્વને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. સારું છે કે આપણે રસ્તાઓ પર આવીએ અને ખુદને ખતમ કરી લઈએ પણ આપણે આપણા ઘરમાં બેસીને આપણી મિલકતો છીનવાઈ જતા નહીં જોઇએ.


Spread the love

Read Previous

હું નરેન્દ્ર મોદીને નફરત નથી કરતો બસ તેમના દ્રષ્ટિકોણ સાથે સહમત નથીઃ રાહુલ ગાંધી

Read Next

મહારાષ્ટ્રના જાલનામાં ગણેશ પંડાલમાં આરતી પછી ભક્તોએ બંધારણની પ્રસ્તાવનાનું પઠન કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram