‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
Girnar Rope-way Fare Hike : દિવાળી વેકેશનમાં ઘણા લોકો ગિરનાર ફરવા જવાના છે ત્યારે રોપવેના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. ચાર વર્ષ બાદ રોપવેના ભાડામાં 99 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
Junagadh News : હાલ જાહેર જનતા પર ચારેતરફ મોંઘવારીનો માર પડી રહ્યો છે. ત્યારે આ વચ્ચે જૂનાગઢના ગિરનાર રોપવેના ભાવમાં 4 વર્ષ બાદ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જૂનાગઢના ગિરનાર રોપ-વેના ભાડામાં 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આમ હવે રોપ-વેમાં પર્વત પર જવા-આવવા માટે 600 રૂપિયાને બદલે 699 રૂપિયા ચૂકવવા પડશે.
રોપવેના ભાડામાં 10 ટકાનો ભાવવધારો ઝીંકાયો
ગિરનાર રોપ-વેમાં ચાર વર્ષ બાદ ભાડામાં વધારો કરાયો છે. રોપવેના ભાડામાં 10 ટકાનો ભાવવધારો ઝીંકાતો પ્રવાસીઓના ખીસ્સા પર સીધી અસર પડશે. વધતા ખર્ચ અને મેઈન્ટેનન્સની બાબતને ધ્યાનમાં લઈને ઓથોરિટીએ ભાવ વધાર્યો હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક લોકો અને ડોલીવાળાઓ માટેના ભાડામાં કોઈ વધારો કરાયો નથી.
પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો
આજ સુધીમાં 29 લાખથી પણ વધારે પર્યટકો અને શ્રધ્ધાળુઓ આ રોપ-વેમાં મુસાફરી કરી છે.ગિરનાર પરના આ રોપ-વેમાં સફર કરવાનો લ્હાવો પણ અનેરો છે, જેમાં 8 મિનિટનો એ ગાળો સ્વર્ગીય આનંદનો અનુભવ કરાવે છે. ગિરનારની કંદરાઓ અને જંગલનો આકાશી નજારો તેમજ હવા માંથી ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ નગરને નિહાળવાનો એ આનંદ પણ અમૂલ્ય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે.