Breaking News :

દિવાળી પર અમદાવાદ મેટ્રો ટ્રેન ઓછા કલાકો સુધી દોડશે

PM મોદીએ ચાલુ રાખી દિવાળીની પરંપરા, કચ્છમાં સૈનિકો સાથે કરી ઉજવણી

ગૌતમ ગંભીર સામેનો છેતરપીંડીનો જુનો કેસ ફરીથી ખુલશે, કોર્ટે આપ્યા તપાસના આદેશ

કેજરીવાલે ભાજપને આપ્યો ઝટકો, આ દિગ્ગજ નેતા જોડાયા આમ આદમી પાર્ટીમાં

આજે ભારતમાં નક્સલવાદ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે : PM મોદી

પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહે તેમની નવી પાર્ટીની કરી જાહેરાત, નીતિશકુમાર પર સાધ્યું નિશાન

કેનેડાની સંસદમાં દિવાળી સેલિબ્રેશનનો કાર્યક્રમ રદ કરવાના સમાચાર ખોટા, વિપક્ષી નેતાએ કરી સ્પષ્ટતા

દિવાળીમાં લક્ષ્મી પૂજા માટે આ પૂજા વસ્તુઓને ભૂલશો નહીં, જુઓ યાદી

દિવાળી પર બનાવો મોરની રંગોળી, તમારા ઘરની સુંદરતા વધશે, જુઓ તસવીરો

દિવાળી પર ભગવાનના મંદિરને શણગારવામાં મદદ કરશે 7 રીતો, પૂજા રૂમની સુંદરતામાં વધારો કરશે

જમ્મુમાં સેનાની એમ્બ્યુલન્સ પર આતંકીઓનું ફાયરિંગ, સદનસીબે કોઇ જાનહાનિ નહીં

Spread the love

જમ્મુથી વધુ એક આતંકી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે જમ્મુના અખનૂરમાં આતંકીઓએ આર્મી એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો. ફાયરિંગ બાદ સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે.મળતી માહિતી મુજબ, સોમવારે સવારે સેનાની એમ્બ્યુલન્સ જમ્મુ-કાશ્મીરના અખનૂર શહેરના જોગવાન વિસ્તારમાં જઈ રહી હતી. ત્યારબાદ આતંકવાદીઓના એક જૂથે તેના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ અને સેના એલર્ટ થઈ ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

-> 15-20 રાઉન્ડ ફાયરિંગ થયાની માહિતી :- અહેવાલ છે કે હુમલો આજે સવારે 7:25 વાગ્યે જોગવાનના શિવસન મંદિર પાસે બટ્ટલ વિસ્તારમાં થયો હતો. ત્રણથી ચાર આતંકવાદીઓએ એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો પર 15-20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી.

-> ગુરુવારે પણ આતંકી હુમલો થયો હતો :- આ પહેલા ગુરુવારે ગુલમર્ગના પર્યટક આકર્ષણ કેન્દ્રથી 6 કિમી દૂર બોટા પાથરી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓના ગોળીબારમાં બે સૈનિકો અને એક કૂલીના મોત થયા હતા, જ્યારે એક સૈનિક અને એક કૂલી ઘાયલ થયા હતા શુક્રવારે, સુરક્ષા દળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. બોટા પાથરી હુમલામાં મળેલા પુરાવા મુજબ હુમલામાં 3-4 આતંકવાદીઓ સામેલ હતા.


Spread the love

Read Previous

દેશમાં 2025માં શરૂ થશે વસ્તી ગણતરી, જાતિ આધારિત હશે કે કેમ તેને લઇને હજુ નિર્ણય નહીં

Read Next

મુંબઈના બાંદ્રા ટર્મિનસ પર થયેલી ભાગદોડ પહેલાની ક્ષણો સીસીટીવીમાં કેદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram