બુલેટિન ઈન્ડિયા વડોદરા : શહેર સ્થિત કન્ઝ્યુમર રાઇટ્સ એક્ટિવિસ્ટ પુરુષોત્તમ મૂરજાની (પીવી મૂરજાની)એ ગત શુક્રવારે પોતાના ઘરે લાઇસન્સ પ્રાપ્ત હથિયારનો ઉપયોગ કરીને પોતાનો જીવ લીધો હતો. તેમના મૃત્યુ પહેલા મૂરજાનીએ પોતાના મિત્રો અને પરિવારજનોને એક સંદેશો મોકલ્યો હતો, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમની પાલક પુત્રી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગર તેમને હેરાન કરી રહ્યા છે, જેના કારણે તેમણે પોતાનો જીવ લેવાનો નિર્ણય લીધો હતો.
મૂરજાણીના પરિવારજનોના નિવેદનોના આધારે પોલીસે અટકાયતમાં લેવાયેલી બંને મહિલાઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પાણીગેટ પોલીસ ઇન્સ્પેક્ટરે ત્રણ ટીમો બનાવી હતી, જેને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત રવાના કરવામાં આવી હતી. જેમાં એક ટીમે રાજકોટ-ભાવનગર હાઇવે પરથી કોમલ સિકલીગર અને સંગીતા સિકલીગરને પકડી પાડ્યા હતા. પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી સુસાઈડ નોટના આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ચિઠ્ઠીમાં મૂરજાનીએ આરોપ લગાવ્યો છે કે કોમલ અને તેની માતાએ તેની સંપત્તિ તેમના નામે ટ્રાન્સફર કરવા માટે દબાણ કર્યું હતું.અને તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી.પોલીસે પુષ્ટિ કરી છે કે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેની તપાસ ચાલી રહી છે. હાલ તેઓ આ કેસમાં અનેક લીડ મેળવી રહ્યા છે, અને મૃતકના પરિવારે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. તેમની તપાસના ભાગરૂપે મૂરજાણીના અંતિમ સંસ્કાર બાદ પોલીસ દ્વારા મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.