‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
બુલેટિન ઈન્ડિયા એકતાનગર : 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાતા સરદાર પટેલની 149મી જન્મજયંતીની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર-કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ યોજાશે. રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ યોજાનારી આ પરેડ અને દીપોત્સવ પર્વના આયોજન અને અમલીકરણ અંગે ચર્ચા કરવા જિલ્લા કલેકટર સંજય મોદીના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી.
રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ, 30 ઓક્ટોબરના રોજ, શુલપાણેશ્વર મહાદેવ મંદિર નજીક, ગોરા નર્મદા ઘાટ પર દીપોત્સવી પ્રાગટ્ય પર્વ-2024 ની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આરતી, આતશબાજી અને દીપોત્સવ યોજાશે, જે દરમિયાન વડાપ્રધાન નર્મદા મહા આરતીનો દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાવશે, જેમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. 1,50,000થી વધુ દીવાઓ આ પવિત્ર ઘાટને પ્રકાશિત કરશે, જેને સુંદર બનાવવામાં આવશે અને ફૂલોથી શણગારવામાં આવશે.