Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

ગુજરાતમાં બેસતુ વર્ષ કેમ ઉજવાય છે ? જાણો પૌરાણિક મહત્વ

Spread the love

Gujarati New Year :- બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે, અને આ દિવસથી ગુજરાતી નવું વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને બેસતો મહિનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે. . જોકે, ગુજરાતીઓનું નવું વર્ષ આ વખતે એક દિવસ છોડીને 2જીમી નવેમ્બરના રોજ ઊજવાઈ રહ્યું છે. કારતક સુદ એકમ એટલે બેસતું વર્ષ 2 નવેમ્બર 2024 ને શનિવારના રોજ ગણવામાં આવશે.ગુજરાતમાં બેસતા વર્ષનું મહત્વ વધારે છે. વેપારી ગણાતા ગુજરાતીઓ માટે બેસતું વર્ષ એટલે ધંધાની એક નવી શરૂઆત.

ગુજરાતીઓ દિવાળીના દિવસે ‘ચોપડાપૂજન’ કરીને નવાવર્ષના રોજમેળ માંડે છે. નામું લખવા માટે લાલપૂંઠા અને દોરીવાળા હિસાબી ચોપડાથી લઈને કમ્પ્યૂટર સુધીનું પરિવર્તન જોયું છે.ઉતરભારત સહિત આપણા દેશના અનેક રાજ્યોમાં વર્ષનો છેલ્લો દિવસ ધૂળેટી હોય છે. જ્યારે ગુજરાતમાં દિવાળીનું પર્વ વર્ષનાં અંતિમ દિવસે ઉજવવામાં આવે છે. તેમજ એક જ દેશમાં વર્ષોથી બે પંચાગ પ્રમાણે નવા વર્ષની ઉજવણી થાય છે. તે મુજબ ગુજરાતમાં દિવાળી પછી તુરત જ નવા વર્ષનો પ્રારંભ કારતક સુદ એકમથી થશે.

-> કેવી રીતે ઉજવાય છે :- ગુજરાતમાં બેસતુ વર્ષ એટલે કે નવા વર્ષના દિવસે સવારે વહેલા ઉઠીને ઘરની સાફ સફાઈ કર્યા પછી ઘર આંગળે રંગબેરંગી રંગોળી બનાવે છે. લોકો પણ નૂતન વર્ષમાં નવા ઉત્સાહની સાથે આ દિવસે સવારે નવા0 નવા કપડાં પહેરી લોકો મંદિરમાં ભગવાન ના દર્શન કરવા જાય છે. તે પછી ઘરના અને ગામડાઓના વડીલોના આશીર્વાદ મેળવે છે. ત્યારબાદ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા નીકળી પડે છે. આ બધી પરંપરાઓ આજે ફક્ત ગામડાઓમાં જ જોવા મળે છે.

-> ધોકો અને બેસતુ વર્ષ :- 1લી નવેમ્બરે ધોકો – ઘણી વખત દિવાળીના પછીના દિવસથી નવું વર્ષ શરૂ ન થતાં એક દિવસ છોડીને પછી નવાવર્ષની ગણતરી શરૂ કરવામાં આવે છે. વચ્ચેના દિવસને ‘ખાલી દિવસ’, ‘પડતર દિવસ’ કે ‘ધોકા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

-> મીઠાના ગાંગડા વહેચવાની પરંપરા / ઘરે ઘરે કેમ પ્રભાતે મીઠાના ગાંગડા વહેંચાય છે? :- ગુજરાતમાં એક પરંપરા મુજબ બેસતા વર્ષના દિવસે એક બીજાને સબરસ (મીઠાના ગાંગડા) વહેંચે છે. નૂતન વર્ષે ત્યારથી આ મીઠાના ગાંગડા મુકવાની પ્રથા છે. જેને સબરસ કહેવાય છે. સબરસ એટલે કે બધા એક જ રસમાં એટલે કે એક જેવા જ છે. પરંતુ આ પ્રાચીન પરંપરા હવે વિસરાઈ ગઈ છે.

-> સબરસ પાછળની કથા / ભગવાન શ્રી કૃષ્ણ જીવનનો પ્રસંગ :- એક વાર ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણી સાથે બેસ્યા હતા. રુકમણી શ્રીકૃષ્ણ ને પૂછયુ પ્રભુ તમે મને બહુ પ્રેમ કરો છો. તો શ્રીકૃષ્ણએ કહ્યુ હા હુ તમને ખૂબ પ્રેમ કરું છુ, મીઠા જેવી તું વ્હાલી છે. રુકમણી બોલ્યાબસ આટલી જ મારી કદર રુકમણી રીસાઈ ગઈ. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ રુકમણીને સમજાવા માટે એક યુક્તિ આવી તે રસોડામાં ગયા અને રસોડામાં જઈ બોલ્યા આજે બધી રસોઈમાં મીઠુ નાખશો નહિ. રસોઈ બની મીઠા વિનાની રસોઈમાં સ્વાદ ક્યાંથી આવે. બધા સાથે જમવા બેઠાને બધાંનાં મોં પડી ગયા. પ્રભુ બોલ્યા રુકમણીજી હવે તમે મીઠાની ગુણવત્તા સમજાવી કે નહી. રુકમણીને ભૂલ સમજાઈ. દ્વારકામાં શ્રીષ્ણના આદેશ પ્રમાણે નૂતન વર્ષમાં સબરસ વહેચવાની પરંપરા શરૂ થઈ.

-> ચોપડા પૂજન પણ થાય છે :- વેપારધંધા સાથે સંકળાયેલા લોકો માટે ચોપડા પૂજનનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ બોણીનું છે. વર્ષ દરમિયાન વેપારમાં બરકત બરકરાર રહે એવી લાગણી સાથે આ દિવસે નાનકડી દુકાન ધરાવતા વેપારીઓથી લઈ મોટા બિઝનેસમેન સુધી લગભગ તમામ આ દિવસે કોઈક નાનકડી વસ્તુનો વેપાર કરીને પણ બેસતા વર્ષની બોણી કરવાનું ચૂકતાં નથી.


Spread the love

Read Previous

શહેરમાં જંગલી હાથીઓ દ્વારા માણસની હત્યા કરવામાં આવી જ્યાં 3 દિવસમાં 10 ટસ્કર્સના મોત થયા

Read Next

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નવા વર્ષની ઉજવણી કરી. પરિવાર અને કાર્યકરો સાથે નવા વર્ષની ઉજવણી કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram