‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ શ્વેત કેનેડિયન નાગરિકોને “ઘુસણખોર” કહીને દેશ છોડવાની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં ખાલિસ્તાન સમર્થકો કેનેડિયન નાગરિકોને ઈંગ્લેન્ડ અને યુરોપ પાછા જવાની સલાહ આપતા જોવા મળે છે. આ ઘટના બ્રિટિશ કોલંબિયાના સરેમાં સિટી કિર્તન દરમિયાન બની હતી.
વિડિયોમાં ખાલિસ્તાન સમર્થકો એવું પણ કહેતા જોવા મળે છે કે, “અમે કેનેડાના માલિક છીએ” અને ગોરા લોકોએ “યુરોપ અને ઈઝરાયેલ પાછા જવું જોઈએ.” આ વિડિયો ‘X’ પર સ્થાનિક પત્રકાર ડેનિયલ બોર્ડમેન દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેમાં બે મિનિટની ક્લિપમાં દાવો કરવામાં આવ્યો હતો કે ખાલિસ્તાની સમર્થકોએ કેનેડાની માલિકીનો દાવો કર્યો છે અને શ્વેત કેનેડિયનોને “ઘુસણખોરો” તરીકે ઓળખાવ્યા છે.
-> નાગરિકતા અને અધિકારો પર ઉભા થતા પ્રશ્નો :- વિડિયોમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા કેનેડાના ધ્વજને બદલે ખાલિસ્તાની ઝંડા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને કેટલાક વિરોધીઓ ખુલ્લેઆમ નિવેદન આપતા જોવા મળ્યા હતા કે કેનેડામાં તેમને અધિકાર છે. આ વિવાદાસ્પદ ઘટના કેનેડામાં ખાલિસ્તાની ચળવળને લઈને નવી ચર્ચાનું કારણ બની છે, જ્યાં આ આંદોલન પહેલાથી જ સરકાર અને સામાન્ય લોકોમાં ચિંતાનો વિષય બની ગયું છે.