‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
‘દાના’ વાવાઝોડું મોડી રાત્રે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દાના વાવાઝોડાની લેન્ડફોલ હજુ પણ ચાલુ છે. ઓડિશાના ધામરા અને ભીતરકણિકા નજીકથી વાવાઝોડું 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થયું હતું. વાવાઝોડાને કારણે ઓડિશા અને બંગાળના ઘણા વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયાના અહેવાલ છે.તોફાનને લઈને ઓડિશા અને બંગાળમાં NDRFની ઘણી ટીમો એલર્ટ પર છે. ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ સવારે 9 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યા હતા.
વાવાઝોડું દાના ગુરુવાર મોડી રાતે ઓડિશાના તટ સાથે ટકરાયું. રાતે લગભગ 12:45 વાગ્યે ભદ્રક જિલ્લામાં ધામરા પાસે તેનો લેન્ડફોલ થયો. જ્યારે લેન્ડફોલ થયો ત્યારે દાનાની ગતિ 120 કિમી પ્રતિ કલાક હતી. જોકે, ધીમે ધીમે તેની ગતિમાં થોડો ઘટાડો થયો છે. હવામાન વિભાગ અનુસાર, ઓડિશામાં આજે સાંજ સુધીમાં તેની ગતિ ઘટી જશે.દાના’ના કારણે ઓડિશા અને બંગાળના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે સવારે 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફુંકાયો હતો. આ સિવાય બંને રાજ્યોના અનેક જિલ્લામાં ભારે વરસાદ પણ થઇ રહ્યો છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં કોઈ મોટી ઘટના સામે આવી નથી.
-> ભારે પવન અને વરસાદથી ઘણા સ્થળે વૃક્ષો ધરાશાયી :- મોડી રાતે દાનાનો લેન્ડફોલ થતા જ ઓડિશામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો. ભયંકર પવનને કારણે ઓડિશામાં ભારે નુકસાન થયું છે. ઘણા સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે. કેટલાક વિસ્તારોમાં વીજપોલ પડવાની પણ માહિતી મળી છે. સૌથી વધુ નુકસાન ભદ્રક અને બાંસડામાં થયું છે. બાંસડામાં ઘણા મોટા હોર્ડિંગ્સ પડી ગયા હોવાની પણ માહિતી મળી રહી છે.
-> આઈએમડીએ લેટેસ્ટ બુલેટિનમાં આપેલી માહિતી :- વાવાઝોડું દાના 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને આજે એટલે કે 25 ઓક્ટોબરના રોજ સાંજે લગભગ 5.30 વાગ્યે ઉત્તર તટીય ઓડિશાના ધામરા થી લગભગ 20 કિમી ઉત્તર-ઉત્તર પશ્ચિમ અને હબલીખાટી નેચર કેમ્પથી 40 કિમી ઉત્તર-પશ્ચિમમાં કેન્દ્રિત થશે. આઈએમડી અનુસાર, લેન્ડફોલ પ્રક્રિયા ચાલુ છે અને આ પ્રક્રિયા આગામી 1-2 કલાક સુધી ચાલુ રહેશે. આજે બપોર સુધી ધીમે ધીમે ચક્રવાત કમજોર થવાની સંભાવના છે.
-> ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ :- IMD અનુસાર, શુક્રવારે બપોર સુધી વાવાઝોડાની અસર ચાલુ રહેશે, આ દરમિયાન પવનની ગતિ 100-110 કિમી/કલાક રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગે સાત જિલ્લાઓમાં ભારેથી ખૂબ ભારે વરસાદ રેડ એલર્ટ જાહેર કર્યો છે. મયુરભંજી, કટક, જાજપુર, બાલાસોર, ભદ્રક, કેન્દ્રપાડા અને જગતસિંહપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.