બળાત્કાર અને હત્યા કેસના આરોપી સંજય રાયનો સીબીઆઈ આરજી કાર હોસ્પિટલમાં નાર્કો ટેસ્ટ કરશે. કોર્ટે આ મામલે સીબીઆઈને મંજૂરી આપી દીધી છે.મળતી માહિતી મુજબ, સીબીઆઈએ આ અંગે જરૂરી પરવાનગી માટે સિયાલદહ કોર્ટમાં અરજી કરી હતી, આજે કોર્ટે સંજય રાયનો નાર્કો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી દીધી છે.
–> આ કારણોસર સીબીઆઈ ટેસ્ટ કરાવવા માંગે છે :- આ ટેસ્ટ દ્વારા સીબીઆઈ એ જોવા માંગે છે કે નાર્કો અને પોલીગ્રાફમાં આરોપીએ જે કહ્યું તેમાં કોઈ મેળ છે કે કેમ. અધિકારીઓ આ ઘટનામાં સંજયની સંડોવણી વિશે ખાતરી કરવા માંગે છે. એઈમ્સ અને નિષ્ણાતોનો અભિપ્રાય મેળવ્યા બાદ જ તેનું વિશ્લેષણ કરવામાં આવશે.
–> જાણો શું છે નાર્કો ટેસ્ટ :- નાર્કો ટેસ્ટમાં વ્યક્તિને કેટલીક દવાઓ આપવામાં આવે છે, જેના પછી તે વ્યક્તિ આંશિક રીતે બેભાન અવસ્થામાં જાય છે. આ પછી, વ્યક્તિ પાસેથી છુપાયેલી માહિતી કાઢવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયા તે લોકો પર અજમાવવામાં આવે છે જેઓ નિયમિત પૂછપરછ દરમિયાન સહકાર આપવા તૈયાર નથી. જટિલ કેસોને ઉકેલવા અને મહત્વની કડીઓ બહાર કાઢવા માટે નારકોએનાલિસિસ ટેસ્ટ કરવામાં આવે છે.
–> દાંતના નિશાનના સેમ્પલ :- આ પહેલા સીબીઆઈના અધિકારીઓએ સંજય રોયના દાંતના નિશાનના સેમ્પલ લીધા હતા. આ દરમિયાન અધિકારીઓએ કહ્યું હતું કે પીડિતાના શરીર પર કરડવાના નિશાન જોવા મળ્યા હતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ છે. અમે તેમને આરોપીના દાંતના નિશાન સાથે મેચ કરવા માંગીએ છીએ.