‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
કેનેડા અને ભારત વચ્ચે સંબંધોમાં તણાવ વધી રહ્યો છે… કેનેડિયન વિદેશમંત્રી મેલાની જોલીનું તાજેતરનું નિવેદન આ વાતનો સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે. કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલીએ જણાવ્યું કે સીખ અલગાઉવાદી નેતા હરદીપ સિંહ નિઝ્ઝરની હત્યા કેસમાં ઓટાવા ખાતેના ભારતીય ઉચ્ચાયુક્તને સંદિગ્ધ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવ્યા પછી, દેશમાં બાકી રહેલા ભારતીય ડિપ્લોમેટ્સ પણ સ્પષ્ટ રીતે નોટિસ પર છે.કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલીએ વધુમાં કહ્યું કે કેનેડાની સરકાર એવા કોઈપણ ડિપ્લોમેટને સહન નહીં કરે જે વિયેનાની સંધિનું ઉલ્લંઘન કરશે અથવા કેનેડાના લોકો સામે જોખમ ઊભું કરશે. ભારતે સોમવારે કેનેડાના 6 ડિપ્લોમેટ્સને દેશ છોડવા જણાવી દીધુ હતું, અને કેનેડાથી પોતાના ઉચ્ચાયુક્તને પાછા બોલાવી લીધા હતા.
-> ભારતીય ડિપ્લોમેટ્સ પર આક્ષેપ :- જોલીએ જણાવ્યું કે કનાડાના રાષ્ટ્રીય પોલીસ બળે ભારતીય ડિપ્લોમેટ્સને કેનેડામાં હત્યા, મોતની ધમકી અને ડરાવવાના બનાવો સાથે જોડ્યા છે. અગાઉ ભારતે હરદીપ સિંહ નિઝ્ઝરની હત્યાની તપાસ સાથે તેમના નામને જોડવા માટે કેનેડાના આક્ષેપોને નકારી કાઢ્યા હતા પરંતુ કેનેડાએ કહ્યું હતું કે તેણે છ ભારતીય ડિપ્લોમેટ્સને નિષ્કાસિત કરી દીધા છે.
-> ભારતની રશિયા સાથેની સરખામણી :- મોન્ટ્રિયાલમાં કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલીએ ભારતની સરખામણી રશિયાની સાથે કરતા જણાવ્યું, “અમે આપણા ઈતિહાસમાં આવું ક્યારેય જોયું નથી. કેનેડાની જમીન પર આ સ્તરના આંતરરાષ્ટ્રીય દમનને સહન કરવામાં આવશે નહીં. અમારે આ મુદ્દે દ્રઢ રહેવું જોઈએ.”
જ્યારે તેમને પૂછાયું કે શું અન્ય ભારતીય ડિપ્લોમેટ્સને પણ નિષ્કાસિત કરવામાં આવશે, ત્યારે તેમણે કહ્યું, “તેમને સ્પષ્ટપણે નોટિસ પર રાખવામાં આવ્યા છે. જેમાંથી છને નિષ્કાસિત કરવામાં આવ્યા છે, જેમાં ઓટવામાંના ડિપ્લોમેટ્સનો સમાવેશ થાય છે. અન્ય મુખ્યત્વે ટોરોન્ટો અને વેનકુવરથી હતા મેલાની જોલીએ કહ્યું કે અમે કોઈપણ એવા ડિપ્લોમેટને સહન નહીં કરીએ જે વિયેનાની સંધિનું ઉલ્લંઘન કરશે.”