કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો ભારતીય સમુદાયના લોકો પર સતત હુમલો કરી રહ્યા છે. પરિસ્થિતિ દિવસે- દિવસે વધુ ખરાબ થઈ રહી છે. વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ પર ગ્રૂપ બનાવવાથી લઈને ભારતીય સમુદાયના લોકો સાથે સીધા ઝઘડાઓ, વિરોધ પ્રદર્શનો અને ત્યાં રહેતા ભારતીયોને ધમકાવા સુધી ખાલિસ્તાનીઓ માટે સામાન્ય વાત બની ગઈ છે. એવા સમાચાર છે કે હવે કેનાડામાં ભારતીય સમુદાય માટે પરિસ્થિતિ એટલી ખરાબ બની ગઈ છે કે ત્યાં રહેતા ઘણા વ્યાવસાયિકો અને બિઝનેસમેન તેમની પ્રોપર્ટી વેચવામાં લાગી ગયા છે અને ભારત પરત આવવાની યોજના બનાવી રહ્યા છે.
-> ખાલિસ્તાનીઓના માથા પર પાકિસ્તાને મૂક્યો હાથ :- ભારતીય ગુપ્ત એજન્સીઓના સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ખાલિસ્તાની સમર્થકો પાકિસ્તાની નેતાઓ સાથે બેઠક કરી છે. આ બેઠક પછી ખાલિસ્તાની સમર્થકોએ તે વિસ્તારોમાં જ્યાં ભારતીયો રહે છે ત્યાં આક્રમક અને હિંસક વિરોધ પ્રદર્શન વધારવા શરૂ કર્યા છે.રિપોર્ટમાં જણાવાયું છે કે ખાલિસ્તાની સમર્થકો અને પાકિસ્તાની નેતાઓની બેઠક નવેમ્બરના પહેલા અઠવાડિયામાં થઇ હતી. ત્યાર પછીથી ખાલિસ્તાની સમર્થક ભારતીયોને ધમકાવી રહ્યા છે, તેમના વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને હિંસક ઝઘડા અને મારપીટ પણ કરવામાં આવી રહી છે. આ બાબતે અનેક લોકો સ્થાનિક અધિકારીઓ તરફથી કેસ પણ નોંધાવા પહોંચી રહ્યા છે.
-> સ્થાનિક પોલીસ અને પ્રશાસન એજન્સીઓનો પણ સહારો :- માહિતી અનુસાર, કેનાડામાં સ્થાનિક પોલીસ અને પ્રશાસનિક એજન્સીઓના સહયોગથી ખાલિસ્તાની સમર્થકો ખાલિસ્તનનો વિરોધ કરતી ભારતીય વ્યક્તિઓની માહિતી ભેગી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ગ્રૂપ્સમાં ભારતીયોના સંપર્ક વિગતો સાથે તેમના સરનામા પણ શેયર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે હવે આ ભારતીયો માટે મોટું જોખમ ઉભુ થઇ રહ્યું છે.