‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
કેનેડાના વિપક્ષી નેતાએ નિવેદન જારી કરીને કહ્યું છે કે કેનેડાની સંસદમાં દિવાળી સેલિબ્રેશનનો કાર્યક્રમ રદ કરવાના સમાચાર ખોટા છે. વિપક્ષી નેતા પિયર પોઈલીવરેના કાર્યાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે દિવાળીની ઉજવણી સમયપત્રક મુજબ જ થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘દિવાળીની ઉજવણી રદ કરવાના સમાચાર ખોટા છે. આ ફેસ્ટિવલનું આયોજન કન્ઝર્વેટિવ કોકસ દ્વારા કરવામાં આવશે. જોકે, તહેવારની ઉજવણીના કાર્યક્રમના સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
કેનેડાના વિપક્ષના નેતા પિયરે પોલીવરેના કાર્યાલય તરફથી આ સ્પષ્ટતા કરવામાં આવી છે. મહત્વનું છે કે કેનેડાની સંસદ પાર્લામેન્ટ હિલમાં દિવાળીની ઉજવણી રદ કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા હતા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી અવરોધ વચ્ચે દિવાળીની ઉજવણી રદ કરવામાં આવી છે. જો કે, ઇવેન્ટના આયોજકો – ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા કેનેડા (OFIC) દ્વારા ઇવેન્ટને રદ કરવા અંગે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી ન હતી. આ દિવાળી સેલિબ્રેશન ઈવેન્ટનું આયોજન કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ટોડ ડોહર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે.
પાર્લામેન્ટ હિલમાં દિવાળીની ઉજવણીનું આયોજન 23 વર્ષથી થઇ રહ્યું છે વર્ષ 2019 માં દીપક ઓબેરોયના મૃત્યુ પછી, અન્ય સાંસદોએ આ પરંપરાને આગળ ધપાવી હતી, પરંતુ આ વર્ષે આ ઉત્સવનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જેના પર ભારતીય મૂળના લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કેનેડાએ કહ્યું હતું કે એક દેશ સાથે ચાલી રહેલા વિવાદને કારણે કેનેડામાં એક સમુદાય અલગ પડી ગયો છે. જોકે, હવે વિપક્ષના નેતાએ નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેનેડાની સંસદમાં દિવાળીની ઉજવણીનું આયોજન કરવામાં આવશે.