દેશની રાજધાની દિલ્હીમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાશે. તેના પહેલા રાજકીય દાવ-પેચ ચાલુ છે. થોડા અઠવાડિયાઓ પહેલા આ્મ આદમી પાર્ટીના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા તો. હવે અરવિંદ કેજરીવાલની AAP એ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. પાર્ટીના સિનિયર લીડર અને ત્રણ વખતના વિધાયક બ્રહ્મ સિંહ તંવર AAPમાં જોડાયા છે. નોંધનીય છે કે છેલ્લી કેટલીક દિલ્હી વિધાનસભા ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મોટી સફળતા મેળવતી આવી છે જો કે આ વખતે ભાજપ દિલ્હીની સત્તા પ્રાપ્ત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.
આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં બ્રહ્મ સિંહ તંવર આમ આદમી પાર્ટીમાં જોડાયા. આ પ્રસંગે તંવરે જણાવ્યું હતું કે તેઓ અરવિંદ કેજરીવાલની કાર્યશૈલીથી પ્રભાવિત છે, અને તેથી જ તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાવવાનું નક્કી કર્યું
-> બ્રહ્મ સિંહ તંવર કોણ છે? :- બ્રહ્મ સિંહ તંવારને દિલ્હીના ભાજપના પ્રભાવશાળી નેતાઓમાં ગણવામાં આવે છે. તે બે વખત મહરોલી (સાલ 1993 અને 1998) અને એક વખત છતરપુર (સાલ 2013) માં વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તે ત્રણ વખત સંસદના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમની ઓળખ ગુર્જર સમાજના દિગ્ગજ નેતા તરીકે છે. આમ આદમી પાર્ટીને જોડાવ્યા પછી તેમણે જણાવ્યું કે તેઓ AAP સાથે કામ કરવાનું મન બનાવી ચૂક્યા છે. વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તેમને છતરપુરથી પોતાનો ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે