કેજરીવાલે રવિવારે એવી જાહેરાત કર્યા બાદ કે તેઓ આગામી બે દિવસમાં રાજીનામું આપી દેશે, કોંગ્રેસ અને ભાજપ બન્નેએ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે..એક તરફ ભાજપે કહ્યું છે કે કેજરીવાલે તેમની સમગ્ર કેબિનેટ સાથે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઇએ, તેમને બે દિવસની જરૂર કેમ પડી.. તો બીજી તરફ
–> કોંગ્રેસે કહ્યું છે કે કેજરીવાલનો આ નિર્ણય એક રાજકીય રમત છે :- ભાજપના વડા વીરેન્દ્ર સચદેવાએ તેમને તેમની કેબિનેટ સાથે તાત્કાલિક રાજીનામું આપવા પડકાર ફેંક્યો હતો. વીરેન્દ્ર સચદેવાએ કહ્યું, ‘તેમને બે દિવસની જરૂરકેમ છે? તેઓ બે દિવસ પછી યુ-ટર્ન લેશે અને કહેશે કે તેમના ધારાસભ્યોએ તેમને મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવા કહ્યું છે. હું તેમને સમગ્ર કેબિનેટ સાથેતાત્કાલિક રાજીનામું આપવા અને વહેલી ચૂંટણીની માંગ કરવા પડકાર ફેંકું છું. તેમણે કહ્યું કે જો દિલ્હીમાં નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે તો રાષ્ટ્રીયરાજધાનીના લોકો કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP)ને જડબાતોડ જવાબ આપશે.
–> કોંગ્રેસે પણ આકરા પ્રહારો કર્યા :- કોંગ્રેસના દિલ્હી એકમના પ્રમુખ દેવેન્દ્ર યાદવે રવિવારે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલનો મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવાનો નિર્ણય એક “રાજકીય રમત”છે. કારણ કે સુપ્રીમ કોર્ટે તેમના પર પહેલેથી જ પ્રતિબંધ મૂક્યો છે. દેવેન્દ્ર યાદવે કહ્યું કે કેજરીવાલે મુખ્ય પ્રધાનપદે યથાવત રહેવાનો તેમનો નૈતિક અધિકાર
ગુમાવી દીધો છે. કારણ કે તેમને ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે કેજરીવાલે છ મહિના પહેલા રાજીનામું આપી દેવું જોઈતું