‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
કલોલની કનૈયાનગર સોસાયટીમાં ઘર આંગણે પાર્ક કરેલી ગાડીની ઉઠાંતરી થઇ છે. રાત્રીનો લાભ લઈને ચાર ઇસમો ગાડી લઈને ફરાર થઇ ગયા હતા. સવારે જયારે યુવકને ઘર આગળ પાર્ક કરેલ ગાડીના દેખાતા બાજુના ઘર આગળ લગાવેલ CCTV કેમેરામાં ચેક કરતા ગાડીની ચોરી કરતા ચાર ઇસમો કેમેરામાં કેદ થયા હતા. જે બાદ પોલીસે CCTV ફૂટેજના આધારે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી વિગત અનુસાર કલોલ તાલુકાનાં બોરિસણા ગામે આવેલા કનૈયાનગર સોસાયટી રહેતા નંદકિશોર શિવકારણ શર્માએ તેમની ક્રેટા કાર નંબર GJ-18-BP-6931 ગઈકાલ સાંજે 7.00 વાગ્યે તેમના ઘર આગળના પાર્કિંગમાં પાર્ક કરી હતી. જે બાદ આજ વહેલી સવારે 6 વાગ્યે નંદકિશોર શિવકારણ શર્મા ઊઠીને મોર્નિંગ વોક જવા માટે ઉઠેલા અને પાર્કિંગમાં પાર્ક કરેલી તેમની કાર તપાસ કરતાં તે કાર પાર્ક કરેલી જગ્યાએ આજુબાજુ શોધખોળ કરવા છતાં ક્યાંય મળી ન હતી. જેથી 4.50 લાખ કિંમતની કારની ચોરી કોઈ અજાણ્યા ચોર ઇસમો કરી ગયા હોવાની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ કાર ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે.