જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, જમ્મુ-કાશ્મીરની 90 બેઠકોવાળી વિધાનસભામાં 42 બેઠકો જીતીને નેશનલ કોન્ફરન્સ સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. તેના સહયોગી કોંગ્રેસે છ બેઠકો જીતી છે. ભાજપને 29 બેઠકો મળી છે. તે વિધાનસભામાં બીજી સૌથી મોટી પાર્ટી છે. ઓમર અબ્દુલ્લાના નેતૃત્વમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન રાજ્યમાં આગામી સરકાર બનાવશે નેશનલ કોન્ફરન્સની આ જીતે સાબિત કરી દીધું છે કે કાશ્મીરના લોકોને 370 હટાવવાનું પસંદ નથી. જો કે, ઓમર અબ્દુલ્લાએ સ્પષ્ટ કર્યું છે. કે આ મુદ્દો સમાપ્ત થયો નથી, પરંતુ તે હવે તેને હવા નહીં આપે, કારણ કે આ તેમના સહયોગી સાથી કોંગ્રેસનો મુદ્દો નથી.
-> કલમ 370 હટાવવા પર નારાજગી :- જમ્મુ-કાશ્મીરના વિભાજન અને કલમ 370 અને 35A હટાવ્યા બાદ રાજ્યમાં આ પ્રથમ ચૂંટણી હતી. નેશનલ કોન્ફરન્સે કાશ્મીર ખીણમાં તેની મોટાભાગની બેઠકો જીતી લીધી છે. ભાજપે જીતેલી 29 બેઠકો તમામ જમ્મુ વિસ્તારમાં છે. એટલે કે આ બે પક્ષોની જીતમાં આ ભાગલા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.વાસ્તવમાં, કલમ 370 હટાવવાનો મોટાભાગનો વિરોધ કાશ્મીર ક્ષેત્રમાં જ થયો હતો. કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સને સૌથી વધુ સીટો મળી છે. નેશનલ કોન્ફરન્સના નેતાઓએ કલમ 370 હટાવવાનો સખત વિરોધ કર્યો હતો.
કેન્દ્ર સરકારના કલમ 370 હટાવવાના સરકારના ફેંસલા સામે કાશ્મીર ક્ષેત્રમાં લોકોમાં ભાજપ સામે નારાજગી વધારવામાં નેશનલ કોન્ફરન્સનો કેન્દ્રની ભાજપ સરકાર સામેના વિરોધે મોટો ભાગ ભજવ્યો. અને . જ્યારે આ લોકોને વોટ કરવાનો મોકો મળ્યો તો તેમણે નેશનલ કોન્ફરન્સને વોટ આપ્યો. તે જ સમયે, જમ્મુના હિંદુ પ્રભુત્વવાળા વિસ્તારોમાં ભાજપનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. પરંતુ જમ્મુના હિંદુ-મુસ્લિમ વસ્તીવાળા પીર પંજાલ અને ચેનાબ વેલી વિસ્તારોમાં નેશનલ કોન્ફરન્સનું પ્રદર્શન સારું રહ્યું.