મહારાષ્ટ્રમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, રાજ્યની રાજનીતિમાં ગરમાવો વધી રહ્યો છે. આ દરમિયાન હવે શિવસેના યુબિટીએ ચીફ ઉદ્ધવ ઠાકરેની બેગ ચેક કરવામાં આવ્યા હોવાના કારણે વિવાદ ઊભો થયો છે. ચૂંટણી આયોગના અધિકારીઓએ યવતમાલ જિલ્લામાં ઉદ્ધવ ઠાકરેના બેગની તપાસ કરી. ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને તેમની બેગ ચેક કરતા રોક્યા ન હતા પરંતુ ગુસ્સામાં ઘણા સવાલો કર્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ મામલે હવે એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ પણ પ્રતિસાદ આપ્યો છે. તેમણે મહાયુતિ સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું, “કેવળ વિપક્ષી નેતાઓની બેગ જ કેમ ચેક કરવામાં આવે છે? તમે રોજ ઉદ્ધવ ઠાકરેની બેગ ચેક કરશો, પરંતુ જેઓ સત્તામાં છે, તેમની કોઈ તપાસ થતી નથી. તેમ છતાં એ તો જેમ ચાલતું આવ્યું છે, તેમ ચાલે છે. પહેલા તેમણે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડી, તેમનું ચૂંટણી ચિહ્ન લઈ ગયા. હવે એ લોકો સાથે આ બધું કરશે? મહારાષ્ટ્રમાં આજે એવી ગંદી રાજનીતિ થઇ રહી છે, એ દુખદાયક છે. માત્ર વિપક્ષી નેતાઓના બેગ અને હેલિકોપ્ટર જ ચેક કરવામાં આવી રહ્યા છે.”
-> ભાજપના નિવેદન સંવિધાન વિરુદ્ધ’- સુપ્રિયા સુલે :- બીજી બાજુ, વકફ બોર્ડ સંશોધન બિલને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન પર પણ સુપ્રિયા સુલેએ પ્રતિસાદ આપ્યો.. તેમણે કહ્યું, “સંયુક્ત સંસદીય સમિતિ એ ખૂબ મોટી વાત છે. આ એક લોકતંત્ર છે, દેશ એક સંવિધાન પર ચાલે છે, કોઈ અદૃશ્ય શક્તિ દ્વારા નહીં. આ વિભાજનવાળી ભાષા બાબાસાહેબ આંબેડકરના સંવિધાન વિરુદ્ધ છે. આનાથી આ સ્પષ્ટ થાય છે કે ભાજપ સંવિધાન વિરુદ્ધ છે. દરરોજ વિપક્ષી નેતાઓની ટાર્ગેટ ચેકિંગ થઇ રહી છે. આ બધી ગંદી રાજનીતિ છે.”