‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સની 52મી આવૃત્તિ 26 નવેમ્બરના રોજ ન્યૂયોર્કમાં યોજાઈ હતી. આ એવોર્ડ ભારતીય સ્ટેન્ડઅપ કોમેડિયન-અભિનેતા વીર દાસ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો, જે ઇતિહાસમાં પ્રથમ વખત છે કે કોઈ ભારતીયે આટલા મોટા આંતરરાષ્ટ્રીય એવોર્ડ સમારોહનું આયોજન કર્યું હોય. આ ઉપરાંત, ભારત માટે બીજી એક ગર્વની ક્ષણ હતી જેમાં ભારતીય વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ને એમી એવોર્ડ્સમાં બેસ્ટ ડ્રામા કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી પરંતુ આ સિરીઝ જીતવાનું ચૂકી ગઈ હતી.
ફાઉન્ડ એ અમેરિકન-ફ્રેન્ચ અને જાપાનીઝ ટેલિવિઝન શ્રેણી છે. આદિત્ય રોય કપૂર અને ‘ધ નાઈટ મેનેજર’ના ડિરેક્ટર સંદીપ મોદીએ એમી એવોર્ડ્સ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે, ‘ધ નાઈટ મેનેજર’ એકમાત્ર ભારતીય સિરીઝ હતી જેને એમી એવોર્ડ્સમાં નોમિનેશન મળ્યું હતું.તિલોત્તમા શોમ, સસ્વતા ચેટર્જી અને રવિ બહેલ મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝનું નિર્દેશન સંદીપ અને પ્રિયંકા ઘોષે કર્યું છે. તેના બે ભાગ આવી ચૂક્યા છે અને બંનેને દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે. તમે ડિઝની પ્લસ હોટસ્ટાર પર આ શો જોઈ શકો છો.