Breaking News :

AAP કાઉન્સિલર મહેશ ખીંચીએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી

“તમે મારી માતાનું અપમાન કર્યું”: ચંદ્રબાબુ નાયડુના પુત્રએ YSR કોંગ્રેસ પર સાધ્યું નિશાન

મધ્યપ્રદેશમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં દલિત ગામને આગ લગાવી દેવામાં આવી

દિલ્હી મેયરની ચૂંટણી પહેલા અંધાધૂંધી વચ્ચે કોંગ્રેસના કાઉન્સિલરે આપ્યું રાજીનામું

7 વર્ષનો બાળક સર્જરી માટે ગયો, ગ્રેટર નોઈડાના ડોક્ટરે ખોટી આંખનું ઓપરેશન કર્યું

દવાઓની આડઅસર જણાવવાનું ફરજિયાત કરવાનો મામલો, અરજી પર સુનાવણીનો સુપ્રીમનો ઇન્કાર

કોચિંગ સેન્ટરો દ્વારા જારી કરવામાં આવતી ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ મૂકવા માર્ગદર્શિકા બહાર પડાઇ

“ભારતના જવાહર”: કોંગ્રેસે જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

શું વક્ફ સંશોધન બિલ સંસદમાં શિયાળુ સત્રમાં પસાર થશે ? આ કારણોથી થઇ શકે છે વિલંબ

નાગપુર-કોલકાતાની ઇન્ડિગો ફ્લાઇટમાં બોંબની ધમકી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

ઇઝરાયેલને જડબાતોડ જવાબ આપીશું, ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઇનું નિવેદન

Spread the love

ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયેલની કાર્યવાહીથી મધ્ય પૂર્વમાં મોટું યુદ્ધ ફાટી નીકળવાની શક્યતાઓ છે. દરમિયાન, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇએ ઈઝરાયેલી સેનાની કાર્યવાહીનો જવાબ આપવાનું વચન આપ્યું છે. ઈરાનના સર્વોચ્ચ નેતાનું આ નિવેદન લેબનોનમાં ઈઝરાયલી કમાન્ડોની કાર્યવાહી અને ઈઝરાયેલના પ્રાથમિક સૈન્ય સહયોગી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના થોડા દિવસો પહેલા આવ્યું છે.

-> આયાતુલ્લા અલી ખમેનીએ આ જવાબ આપ્યો :- ઈઝરાયેલની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા આયાતુલ્લા અલી ખમેનીએ કહ્યું, “દુશ્મનો, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઝિઓનિસ્ટ શાસન એ ધ્યાન રાખે કે તેઓને ચોક્કસપણે યોગ્ય જવાબ અપાશે” તેમણે લેબનોન, યમન અને સીરિયામાં હિઝબુલ્લા સહિત મધ્ય પૂર્વમાં ઈરાન અને તેના સંલગ્ન જૂથોનો ઉલ્લેખ કરીને આ જાહેરાત કરી હતી.

-> ઈરાન તેની પરમાણુ નીતિ પર પુનર્વિચાર કરશે : કમલ ખરાઝી :- આયાતુલ્લા અલી ખમેનીની જાહેરાત બાદ તેમના એક મુખ્ય સલાહકાર કમાલ ખરાજીએ પણ તણાવ વધારવાની વાત કરી હતી. ઈરાનની પરમાણુ ક્ષમતા વિશે સંકેત આપતા કમલ ખરજીએ કહ્યું, “જો ઈઝરાયેલના હુમલાને કારણે ઈરાનના અસ્તિત્વને ખતરો લાગશે તો ઈરાનને તેની પરમાણુ નીતિઓ પર પુનર્વિચાર કરવાની ફરજ પડશે. અમારી પાસે શસ્ત્રો બનાવવાની ક્ષમતા છે અને અમને આ બાબતે કોઈ સમસ્યા નથી.

-> ઈઝરાયેલના હુમલામાં ચાર ઈરાની સૈનિકો માર્યા ગયા હતા :- ઈઝરાયેલે ઈરાનના મિસાઈલ હુમલાનો જવાબ 26 ઓક્ટોબરે જેમાં ચાર ઈરાની સૈનિકો માર્યા ગયા હતા.. આ કાર્યવાહી બાદ ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઈરાનની મિસાઈલ અને એર ડિફેન્સ ક્ષમતાઓને ખાસ્સું નુકસાન થયું છે. જેનો ઈરાને જડબાતોડ જવાબ આપવાની ખાતરી આપી છે.


Spread the love

Read Previous

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 આતંકી ઠાર

Read Next

ધમકીભર્યા મેલ મામલામાં 35 વર્ષીય યુવકની ધરપકડ, PMOને 100 થી વધુ ઈમેલ મોકલ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram