‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
આજકાલ નાની ઉંમરમાં ચશ્મા પહેરવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને તમે તમારા ચશ્માના નંબરને ઘટાડી શકો છો અથવા તો તેને સંપૂર્ણપણે દૂર કરી શકો છો. આ ઉપાયો નિયમિતપણે કરવાથી આંખોની રોશની ધીમે ધીમે સુધરી શકે છે. જાણો કેટલાક અસરકારક ઘરગથ્થુ ઉપચાર જે તમારી આંખોની રોશની કુદરતી રીતે ઠીક કરી શકે છે.
-> ગાજર અને પાલકનું સેવન :- ગાજર અને પાલકમાં વિટામીન એ અને લ્યુટીન વધુ માત્રામાં હોય છે, જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. ગાજરનો રસ પીવાથી આંખોની રોશની વધે છે. પાલકના પાનનો રસ પણ ખૂબ જ ફાયદાકારક છે. અઠવાડિયામાં 3-4 વખત ગાજર અને પાલકનું સેવન કરવાથી આંખોની રોશની ધીમે ધીમે સુધરે છે.
-> આમળાનું સેવન :- આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે આંખના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આમળાનો રસ પીવાથી આંખોની રોશની વધે છે. આમળાનું સેવન તમે જ્યુસના રૂપમાં કરી શકો છો અથવા તેને સૂકવ્યા પછી પાવડરના રૂપમાં સેવન કરી શકો છો. રોજ એક ચમચી આમળાનું ચૂર્ણ પાણી સાથે લેવાથી આંખોની રોશની વધે છે.
-> હરિખાસ પર વહેલી સવારે ચાલવું :- જો તમારા ઘરની નજીક અથવા તમે જે સોસાયટીમાં રહો છો ત્યાં કોઈ બગીચો છે, લીલોછમ વિસ્તાર છે, તો સવારે વહેલા ઊઘાડા પગે ચાલવાથી તમારી આંખોની રોશની સારી થઈ શકે છે. દરરોજ 20 મિનિટ હરિ ઘાસમાં ચાલવું ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે, તમે તમારા સ્વાસ્થ્ય અને આંખોમાં ફરક જોશો.આ ઘરગથ્થુ ઉપાયોને નિયમિત રીતે અપનાવીને તમે તમારી આંખોની રોશની સુધારી શકો છો. આ ઘરગથ્થુ ઉપાયો અપનાવીને તમારી આંખો પરના ચશ્માનો નંબર ચોક્કસપણે ઘટાડી શકાય છે અથવા તો દૂર પણ કરી શકાય છે.