આજે ધનતેરસનો તહેવાર છે અને જો તમે આ શુભ દિવસે સોના કે ચાંદીની ખરીદી કરવાના હોવ, તો જાણી લો સોના-ચાંદીના ભાવ. બંને કીમતી ધાતુઓ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. ધનતેરસના દિવસે ભારે માંગને ધ્યાનમાં રાખીને આવું થવાની ધારણા હતી અને તે જ થયું.
-> કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ :- કોમોડિટી માર્કેટ ઈન્ડેક્સ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનું 260 રૂપિયા મોંઘુ થઈ ગયું છે અને 78827 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. જો તેના સર્વોચ્ચ સ્તર પર નજર કરીએ તો તે 78807 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયું હતું. . ચાંદીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે અને આજે તે 332 રૂપિયા મોંઘી થઈ ગઇ છે આ વધારા સાથે ચાંદી 97,756 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહી છે. તેના સર્વોચ્ચ સ્તર પર નજર કરીએ તો તે 97,850 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઇ હતી.
-> દેશના મોટા શહેરોમાં સોના અને ચાંદીના નવીનતમ ભાવ જાણો : દિલ્હી :- દિલ્હીમાં 24 કેરેટ સોનું 650 રૂપિયા મોંઘુ થઈ રહ્યું છે અને 80,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું 600 રૂપિયા મોંઘુ થઈને 73,900 રૂપિયા થઈ ગયું છે.
-> મુંબઈ :- મુંબઈમાં 24 કેરેટ સોનું 650 રૂપિયા મોંઘું થઈને 80,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું 600 રૂપિયા મોંઘું થઈને 73,750 રૂપિયા થઈ ગયું છે.
-> ચેન્નાઈ :- ચેન્નાઈમાં 24 કેરેટ સોનું 650 રૂપિયા મોંઘુ થઈ ગયુ છે અને 80,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું 600 રૂપિયા મોંઘુ થઈને 73,750 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યું રહ્યું છે.
-> કોલકાતા :- કોલકાતામાં 24 કેરેટ સોનું રૂ. 650 મોંઘું થઈને રૂ. 80,450 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું રૂ. 600 મોંઘું થઈને રૂ. 73,750 થઈ ગયું છે.
-> અમદાવાદમાં સોનાનો ભાવ :- અમદાવાદ: અમદાવાદમાં 24 કેરેટ સોનું 650 રૂપિયા મોંઘુ થયું છે અને 80,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ઉપલબ્ધ છે.