‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આવી છે. તેમણે હરિયાણાના કોંગ્રેસ કાર્યકર્તાઓને બબ્બર શેર ગણાવી તેમનો આભાર માન્યો. કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ અંગે કોંગ્રેસના સાંસદે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના લોકોનો હૃદયપૂર્વક આભાર. રાજ્યમાં ઇન્ડિયા ગઠબંધનની જીત એ બંધારણની જીત છે. તે લોકતાંત્રિક સ્વાભિમાનની જીત છે.”
હરિયાણામાં આ વખતે કોંગ્રેસ ખેડૂતો અને કુસ્તીબાજોના મુદ્દાઓ પર 10 વર્ષ બાદ સત્તામાં પરત ફરવાની આશા રાખતી હતી, પરંતુ એવું થયું નહીં. હરિયાણામાં ભાજપે હેટ્રિક ફટકારીને મોટી જીત હાંસલ કરી છે. હરિયાણામાં કોંગ્રેસની હાર પર પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ પરિણામોનું વિશ્લેષણ કરવાની વાત કરી છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “અમે હરિયાણાના અણધાર્યા પરિણામનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અમે ચૂંટણી પંચને અનેક વિધાનસભા મતવિસ્તારોમાંથી આવી રહેલી ફરિયાદો વિશે જાણ કરીશું.
-> જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન એટલું સારું નથી, કારણ કે તેને જમ્મુ ક્ષેત્રમાં માત્ર એક બેઠક મળી છે :- લોકસભા ચૂંટણી બાદ માનવામાં આવી રહ્યું હતું કે હરિયાણામાં કોંગ્રેસ આ વખતે સરકાર બનાવી શકે છે, પરંતુ ચૂંટણી પરિણામોએ ફરી એકવાર કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું. હરિયાણામાં હાર બાદ હવે મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા રાજ્યોમાં સાથી પક્ષો સાથે બેઠકો પર સંકલન કરવામાં કોંગ્રેસની સ્થિતિ નબળી પડી શકે છે. આ બંને રાજ્યોમાં નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે.