ઇઝરાયેલી હુમલામાં હમાસના ચીફ યાહ્યા સિનવારનું મોત થઈ ગયું છે. હમાસ નેતા યાહ્યા સિનવારના મોત બાદ અમેરિકાએ અને જર્મન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ગાઝા પટ્ટીમાં સંઘર્ષ સમાપ્ત કરવાની દિશામાં સરળતાથી આગળ વધવામાં આવી શકે છે. દરમ્યાન ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે યાહ્યા સિનવારના મોતથી હમાસ સમાપ્ત થતો નથી.
-> ઇરાનના સર્વોચ્ચ નેતાએ શું કહ્યું? :- ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈએ કહ્યું કે હમાસનું અસ્તિત્વ સમાપ્ત થયું નથી. હમાસ હજુ પણ છે. નેતાઓના મૃત્યુ બાદ પણ ઇઝરાયેલ સામેનો વિરોધ યથાવત રહેશે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું, “યાહ્યા સિનવારના મોત પછી હમાસને એક મોટો ઝટકો લાગ્યો છે. પરંતુ આનાથી ઇઝરાયલ સામેનો વિરોધ ઓછો નહી થાય. આ વિરોધ યાહ્યા સિનવારના મોતથી સમાપ્ત થવાનો નથી.”17 ઓક્ટોબરે ઇઝરાયલે યાહ્યા સિનવારના મોતની પુષ્ટિ કરી હતી. સિનવાર 7 ઓક્ટોબર 2023ના હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ હુમલામાં ઇઝરાયલમાં 1200 લોકો માર્યા ગયા હતા અને 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.
-> સંઘર્ષને સમાપ્ત કરવા માટેના પ્રયાસોને ગતિ મળશે’ :- હમાસના નેતા યાહ્યા સિનવારના મૃત્યુ પછી જર્મન વિદેશમંત્રી એનાલેના બેયરબોક અને અમેરિકન વિદેશમંત્રી એન્ટની બ્લિન્કેન દ્વારા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યાહ્યા સિનવાર એક નૃશંસ હત્યારો અને આતંકી હતો, જેણે ઇઝરાયલને સમાપ્ત કરવા અને ત્યાંના લોકોને મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી. ગયા વર્ષે 7 ઓક્ટોબરે શરૂ થયેલા આતંકી હુમલાનો તે માસ્ટરમાઇન્ડ હતો, જેણે હજારો લોકોને મોતના ઘાટ ઉતાર્યા હતા.શુક્રવારે બર્લિનમાં થયેલી બેઠક બાદ બંને દેશોના વિદેશ મંત્રીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે સિનવારે ગાઝામાં સંઘર્ષ વિરામના માર્ગમાં અવરોધ પાડ્યો હતો. તેના મૃત્યુથી સંઘર્ષને સમાપ્ત કરવા માટેના પ્રયત્નોની ગતિ વધી શકે છે. ઇઝરાયેલના તમામ બંધકોને મુક્ત કરવામાં આવવા જોઇએ.