‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
હમાસ બાદ હવે ઇઝરાયેલની સેના લેબનોનમાં હિઝબુલ્લાહના આતંકવાદીઓ પર મોતનો વરસાદ વરસાવી રહી છે. ઇઝરાયેલ દ્વારા હિઝબુલ્લાહ આતંકવાદીઓને નિશાન બનાવી લેબેનોન પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. આ બોમ્બ વિસ્ફોટમાં ટોપ કમાન્ડર નસરાલ્લાહ સિવાય હિઝબુલ્લાહના ઘણા મોટા નેતાઓ માર્યા ગયા છે. આ હુમલાઓમાં સેંકડો નાગરિકોના મોત પણ થયા છે, જેના કારણે ઘણા દેશો ઈઝરાયેલની ટીકા કરી રહ્યા છે. પરંતુ આ બધાથી વિપરીત મોસાબ હસન યુસુફે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓને યોગ્ય ઠેરવ્યા છે. મોસાબ હસન આતંકવાદી સંગઠન હમાસના સહ-સ્થાપક શેખ હસન યુસુફનો પુત્ર છે.
-> ઈઝરાયેલની કાર્યવાહી સંપૂર્ણપણે ન્યાયી છે :- એક ટીવી ચર્ચામાં ભાગ લેતા, મોસાબે કહ્યું કે ઇઝરાયલીઓ પેલેસ્ટાઇનમાં સૌથી કાયદેસર વંશીય જૂથ છે, જેની પાસે તે જમીન સાથેના સંબંધોના મજબૂત પુરાવા છે. મુસ્લિમો છેલ્લા 1,400 વર્ષથી તે ભૂમિમાંથી યહૂદી લોકોને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોસાબે વધુમાં કહ્યું કે ઈઝરાયેલને પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. હિઝબુલ્લાહ અને હમાસ વિરુદ્ધ ઇઝરાયેલની કાર્યવાહી સંપૂર્ણપણે ન્યાયી છે.હસન નસરાલ્લાહના મોત પર મોસાબે કહ્યું કે આ તેની સજા છે. મોસાબે વધુમાં કહ્યું કે હું પેલેસ્ટાઈન સંઘર્ષનો સાક્ષી રહ્યો છું. મોસાબે સમજાવ્યું કે કેવી રીતે પેલેસ્ટાઇનમાં રાજકીય અને નાણાકીય લાભ માટે બાળકોના બલિદાન આપવામાં આવે છે. ઈઝરાયલની વિશ્વભરમાં થઈ રહેલી ટીકા પર મોસાબે પૂછ્યું કે જ્યારે ઈઝરાયેલ લોહી વહી રહ્યું હતું ત્યારે કોઈએ હિઝબુલ્લાહની કાર્યવાહીનો વિરોધ કેમ ન કર્યો?
-> પોતાના પિતા વિરુદ્ધ જાસૂસી :- તમને જાણીને નવાઈ લાગશે કે ઈઝરાયલનું આટલું જોરદાર સમર્થન કરનાર મોસાબ એક સમયે પેલેસ્ટિનિયન આતંકવાદી હતો. પરંતુ 1997માં તે ઈઝરાયેલ ગયો અને ઈઝરાયેલની જાસૂસી સંસ્થા શિન બેટ માટે જાસૂસી કરવા લાગ્યો. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ઘૂસીને હુમલા કર્યા હતા અને ઘણા લોકોને બંધક બનાવ્યા હતા. તે સમયે મોસાબે ઇઝરાયલને હમાસના તમામ નેતાઓને ખતમ કરવાની અપીલ કરી હતી. મોસાબે કહ્યું હતું કે જો તમામ બંધકોને છોડવામાં નહીં આવે તો ઈઝરાયલે હમાસના તમામ નેતાઓને ખતમ કરી દેવા જોઈએ. આ નેતાઓમાં મોસાબના પિતાનું નામ પણ સામેલ હતું.હાલમાં, ઇઝરાયેલી સેનાએ લેબેનોનમાં જમીન પર હુમલો શરૂ કર્યો છે. ઇઝરાયલી સેના દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ IDF સોમવાર-મંગળવારની રાત્રે લેબનોનમાં પ્રવેશ્યું હતું.