પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ગાયિકા અને અભિનેત્રી સેલેના ગોમેઝે સગાઈ કરી લીધી છે. તેણીએ બોયફ્રેન્ડ અને રેકોર્ડ નિર્માતા બેની બ્લેન્કો સાથે સગાઈ કરી. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, જે બાદ આખરે આ કપલે સગાઈ કરી લીધી અને પોતાના ફેન્સને ખુશખબર આપી. અભિનેત્રી-ગાયકે ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર તેની સગાઈની રીંગ દર્શાવતા બેની બ્લેન્કો સાથેના ફોટા શેર કરીને તેની સગાઈની જાહેરાત કરી.
ફોટા શેર કરીને સગાઈની જાહેરાત કરી, તસવીરોમાં સેલેના ગોમેઝ તેની એન્ગેજમેન્ટ રિંગને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. તેણે 12 ડિસેમ્બરના રોજ ઇન્સ્ટાગ્રામ પર ફોટા પોસ્ટ કરીને બેની બ્લેન્કો સાથે તેની સગાઈની જાહેરાત કરી. અભિનેત્રીએ 4 તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે પોતાની વીંટી બતાવી રહી છે. બીજી તસવીરમાં સેલિનાએ બેનીને ગળે લગાવતી વખતે એક સુંદર ક્ષણનો ફોટો શેર કર્યો છે.સગાઈની જાહેરાત કરતી વખતે સેલિનાએ કેપ્શનમાં લખ્યું- ‘હવેથી કાયમની સફર શરૂ થાય છે’. તેણીએ તેના હાથમાં અંડાકાર કટ હીરાની વીંટી પહેરી છે. ફોટા પરથી એવું લાગે છે કે બેની બ્લેન્કોએ પિકનિક નાઈટનું આયોજન કરીને સેલેનાને પ્રપોઝ કર્યું હતું. બેની બ્લેન્કોએ પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરી અને લખ્યું – ‘અરે રાહ જુઓ… હવે તે મારી પત્ની છે’. આ પોસ્ટ સાથે, સેલિનાએ આખરે બેની સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી છે.
તમને જણાવી દઈએ કે, ગોમેઝ અને બ્લેન્કોએ ડિસેમ્બર 2023માં પહેલીવાર જાહેરમાં તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી, જોકે તેને ઓફિશિયલ કરતા પહેલા બંને 6 મહિનાથી એકબીજા સાથે ખાનગી જીવન જીવી રહ્યા હતા. આ બંને ઈવેન્ટ્સ, ગ્લોબલ ગ્લોબ ફંક્શન, એમી એવોર્ડ્સ અને અન્ય ફંક્શન્સમાં ઘણી વખત જોવા મળ્યા છે.