‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
જન્મ અને મૃત્યુ કુદરતના હાથમાં હોય છે. તેમાં વાર તહેવાર જોવાના હોતા નથી. જીવનમાં કોઈનું પણ મૃત્યુ નિશ્ચિત નથી. કોઈનું મૃત્યુ થાય તો દિવાળીના દિવસે મૃત્યુ ન થાય તેનું ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ સુરત શહેરમાં ઊભી થઈ છે. કારણ કે, સુરત શહેરમાં આવેલ અશ્વિનીકુમાર સ્મશાન ગૃહના કર્મચારીઓ કહી રહ્યા છે કે, માણસો રજા પર છે. અને દિવાળી પર ઘરે મહેમાનો આવી રહ્યા છે ત્યારે તમે મૃતદેહ લઈને આવી રહ્યા છો. તમને ખબર નથી પડતી આવું કહીને ધમકાવતા મામલો બિચકયો હતો.
દિવાળીમાં મૃતદેહ લઈને આવેલા પરિજનને દિવાળીમાં મૃતદેહ અગ્નિસંસ્કાર માટે નહીં લાવવાનું કહેવામાં આવ્યું હતું. કારણ કે, દિવાળીના દિવસે અંતિમસંસ્કાર કરવા માટે સ્મશાન ગૃહમાં કર્મચારીઓ નહોતા. માનવતાને નેવે મૂકી સ્મશાનના કર્મચારીએ મૃતક પરિવારજનો સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન પણ કર્યું હતું. મૃતદેહના અંતિમસંસ્કાર માટે પરિવારને કલાકો રાહ જોવી પડી હતી.
સ્મશાનના કર્મચારી વીડિયોમાં કહેતા જોવા મળે છે કે, દિવાળી સિવાય અન્ય દિવસ હોય તો પાંચ મિનિટમાં સમય આપી દઉં. કર્મચારીઓ રજા પર છે. એકની મા મરી ગઈ છે. દિવાળીના દિવસોમાં ઉતાવળ નહીં કરવાની. માણસો જ નથી અહીંયાં. બીજા પણ છે તમે બીજા દિવસે ક્યારેય પણ આવો મને કોઈ વાંધો નથી. તમારી સાથે મારે શું લેવાદેવા, મને મારી સાથે લેવાદેવા છે, અહીંયાં માણસ જ નથી, રજા પર છે. બધાને દિવાળી હોય કે નહીં. તને શું કીધું ઉતાવળ નહીં કર બેસ. તમે ખરા ટાઇમે આવો, જ્યારે બધાના ઘરે મહેમાનો આવવાનો ટાઈમ હોય છે એ જ ટાઈમે તમે બોડી લઈને આવો છો. થોડુંક આગળ પાછળ પણ નહીં થાવ.
અશ્વિનીકુમાર સ્મશાન ગૃહના મેનેજર સુભાષ થિયાએ જણાવ્યું હતું કે, હું માફી માગું છું, દુઃખદ ઘટના છે. એ કોઈ ચિંતામાં હશે, તેઓ ક્લાર્ક છે. દિવાળીના દિવસે 40થી વધુ લાશ અંતિમસંસ્કાર માટે આવી હતી. પુનરાવર્તન ન થાય આ માટે અમે ધ્યાન રાખીશું. એક કર્મચારી નહોતો, ક્લાર્ક નિપૂણભાઈ 70 વર્ષના છે, અમે કાર્યવાહી કરીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે.