Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

સંભલમાં હિંસા અને ફાયરિંગ દરમ્યાન 4 લોકોના મોતનો મામલો, રાહુલ ગાંધીએ કહ્યું રાજ્ય સરકારનું વલણ અસંવેદનશીલ

Spread the love

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં સ્થિત જામા મસ્જિદમાં રવિવારના રોજ સર્વે કાર્ય દરમિયાન થયેલી હિંસાને લઇને રાજકીય વિવાદ વકર્યો છે. . પોલીસના જણાવ્યા અનુસાર સંભલની જામા મસ્જિદમાં રવિવારે કોર્ટના આદેશ પર કરવામાં આવેલા સર્વેનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે જણાવ્યું કે આ હિંસા દરમિયાન ગોળીબાર અને પથ્થરમારામાં ચાર લોકોના મોત થયા હતા અને કુલ 20 લોકો ઘાયલ થયા હતા.આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરના વિવાદને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે ઉત્તર પ્રદેશ સંભલના તાજેતરના વિવાદ પર રાજ્ય સરકારનું પક્ષપાતી અને ઉતાવળભર્યું વલણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

હિંસા અને ગોળીબારમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે રાહુલ ગાંધીએ ટ્વીટમાં વધુમાં લખ્યું છે કે તમામ પક્ષોને સાંભળ્યા વિના વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી અને અસંવેદનશીલતાથી વાતાવરણ ખરાબ થયું અને ઘણા લોકોના મોત થયા – જેના માટે ભાજપ સરકાર સીધી રીતે જવાબદાર છે. ભાજપનો સત્તાનો ઉપયોગ હિંદુ-મુસ્લિમ સમાજ વચ્ચે તિરાડ અને ભેદભાવ ઉભો કરવાનો છે. તેઓ રાજ્ય કે દેશના હિતમાં કામ કરતા નથી. હું સુપ્રિમ કોર્ટને વિનંતી કરું છું કે આ મામલે વહેલી તકે હસ્તક્ષેપ કરે અને ન્યાય કરે. મારી અપીલ છે કે શાંતિ અને પરસ્પર સૌહાર્દ જાળવી રાખો. આપણે સૌએ સાથે મળીને એ સુનિશ્ચિત કરવું પડશે કે ભારત સાંપ્રદાયિકતા અને નફરતના નહીં પણ એકતા અને બંધારણના માર્ગે આગળ વધે.

-> સંભલ જિલ્લામાં 30 નવેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ :- ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં હિંસા પછી પ્રવર્તી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, સંભલ તાલુકામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને ધોરણ 12 સુધીની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય જિલ્લામાં ભારતીય ન્યાયિક સંહિતા 163 હેઠળ 30 નવેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.


Spread the love

Read Previous

સત્તા સંભાળ્યા પછી ટ્રમ્પ યૂએસ આર્મીમાંથી ટ્રાન્સજેન્ડરને દુર કરવાનો આદેશ જારી કરે તેવી સંભાવના, 15 હજાર ટ્રાન્સજેન્ડરને થશે અસર

Read Next

“ભત્રીજાને મારી સામે મેદાનમાં ઉતારવાનું કોઈ કારણ નથી”: અજિત પવારે શરદ પવારની ટીકા કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram