મુંબઇના પોશ વિસ્તારમાં બાંદ્રામાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને અજીત પવાર જૂથના વરિષ્ઠ નેતા બાબા સિદ્ધીકીની હત્યાએ ફરીએકવાર અનેક સવાલો ઉભા કરી દીધા છે. . આ હુમલામાં બે આરોપીઓની ધરપકડ થયા પછી પણ આ પ્રશ્ન યથાવત છે કે શું લૉરન્સ બિશ્નોઇ ગેંગ સલમાન ખાનના નિકટમ મિત્રોને ટાર્ગેટ કરી રહ્યું છે? એ પહેલાં પણ સલમાનના કેટલાક મિત્રોએ હુમલાનો સામનો કર્યો છે, જેમાં પંજાબી ગાયકો એપી ધીલ્લો અને ગિપ્પી ગ્રેવાલના નામો સામેલ છે.
25 નવેમ્બર, 2023ના રોજ પંજાબી ગાયક ગિપ્પી ગ્રેવાલના કનેડાના બંગલામાં ફાયરિંગ થયું હતું. હુમલાની જવાબદારી લેતા લૉરન્સ બિશ્નોઇ ગેંગે સોશ્યલ મિડિયા પોસ્ટમાં કહ્યું હતું, “આજે ગિપ્પી ગ્રેવાલના બંગલામાં ફાયરિંગ કરાયું. સલમાન ખાનને બહુ ભાઈ-ભાઈ કરે છે. પોતાના એ ભાઈને કહે કે તને બચાવવા માટે બોલાવે તને સમજાય છે કે દાઉદ તને બચાવશે, પરંતુ અમારાથી કોઈ તને બચાવી શકશે નહીં. સિદ્ધૂ મૂસેવાલાને માર્યા પછી તૂંણે ઘણું ઓવર એક્ટિંગ કર્યું હતું. તને આ ટ્રેલર બતાવ્યું છે. જલદી જ આખી મૂવી પણ બતાવવી છે.”
-> સલમાન ખાનને ગીતમાં લઇને તે મોટી ભૂલ કરી છે :- ફક્ત ગિપ્પી ગ્રેવાલ જ નહીં, બિશ્નોઇ ગેંગે ગાયક એપી ધીલ્લા પર પણ સલમાન સાથે નીકટતા વધારવાને લઇને તેના પર હુમલો કર્યો હતો. સપ્ટેમ્બર 2024માં પંજાબી ગાયક એપી ધીલ્લાના ઘરે ફાયરિંગ થયું હતું. ત્યારે બિશ્નોઇ ગેંગે સોશ્યલ મિડિયા પોસ્ટમાં લખ્યું હતું, “અમે એક ફાયરિંગ વિક્ટોરિયા આઇલેન્ડ અને બીજી વૂડબ્રિજ ટોરોન્ટોમાં કરી છે. તેની જવાબદારી હું રોહિત ગોદારા લઈ રહ્યો છું. હું બિશ્નોઇ ગ્રુપનો છું. સલમાન ખાનને ગીતમાં લઇને તે મોટી ભૂલ કરી દીધી. ઑકાતમાં રહેજે, નહીંતર કુતરાની મોત મરીશ’.” રોહિત ગોદારા રાજસ્થાનના બીકાનેરનો છે. થોડા મહિના પહેલા જયપુરમાં કરણી સેના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેઢીની હત્યામાં પણ રોહિત ગોદારા નો હાથ હતો.