પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
NCP-SP ચીફ શરદ પવાર આજે તેમનો 84મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ દરમિયાન શરદ પવારના સમર્થકો તેમના માટે કેક લઈને આવ્યા હતા અને શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું.
NCP-SPના વડાને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે. આટલું જ નહીં તેમના જન્મદિવસના અવસર પર શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તેમને મળવા આવ્યા હતા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
અજિત પવાર તેમની પત્ની સુનેત્રા પવાર સાથે કાકા શરદ પવારના ઘરે પહોંચ્યા હતા, તેમની સાથે અજિત પવારને સમર્થન આપવા માટે શરદ પવાર વિરુદ્ધ બળવો કરનાર નેતાઓ પણ હાજર હતા. આ નેતાઓમાં છગન ભુજબળ, પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેનો સમાવેશ થાય છે. બધાએ શરદ પવારને અભિનંદન પાઠવ્યા અને તેમના લાંબા આયુષ્યની કામના કરી. આ દરમિયાન કોઈ રાજકીય ચર્ચા થઈ નહોતી.
તેમના જન્મદિવસના અવસર પર શરદ પવારે કેક કાપી અને પોતાના પ્રિયજનો સાથે જન્મદિવસની ઉજવણી કરી. શરદ પવારને મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય માનવામાં આવે છે, પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવારની પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો અને અજીત પવારની એનસીપીએ ખુબ સારુ પ્રદર્શન કર્યુ.. જેને લઇને શરદ પવારની પાર્ટીના ભવિષ્યને લઈને અનેક સવાલો ઉભા થવા લાગ્યા છે.
શરદ પવારના ઘરે પહોંચીને પ્રફુલ્લ પટેલે કહ્યું કે તેઓ શરદ પવારને શુભકામનાઓ આપવા આવ્યા છે.દેશને તેમનું નેતૃત્વ મળતું રહે અને તેઓ સ્વસ્થ રહે.
સપા નેતા અબુ આઝમીએ પણ શરદ પવારને અભિનંદન પાઠવ્યા હતા.
સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ શરદ પવાર સાથેની તસવીર શેર કરતા લખ્યું, “આદરણીય શરદ પવાર સાહેબને જન્મદિવસની શુભકામનાઓ. તમારા સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા.”