ગત લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડ બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા અને બન્ને બેઠકો જીત્યા હતા, જેમાંથી એક બેઠક રાહુલ ગાંધીએ છોડવી પડે તેમ હતી.. જે અંતર્ગત રાહુલે વાયનાડ બેઠક છોડી હતી..જ્યાં હવે પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે અને કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી આ બેઠક પર ઉમેદવાર છે.. 13 નવેમ્બરે યોજાનારી આ ચૂંટણીમાં ભુસ્ખલનના પીડિતોના પુનર્વસનનો મુદ્દો મુખ્ય છે. સરકારી આંકડાઓ અનુસાર, 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલનમાં કુલ 231 લોકોએ જીવ ગુમાવ્યા, અને 47 લોકો ગુમ છે.
-> ‘જમીન સંપાદન ઝડપથી પૂર્ણ થવું જોઈએ’ :- ભૂસ્ખલન પીડિતો અને સ્થાનિક લોકોએ કહ્યું છે કે લોકોના પુનર્વસન માટે જમીન સંપાદન ઝડપથી પૂર્ણ થવું જોઈએ. કારણ કે કેરળ હાઈકોર્ટમાં જમીન માલિકો દ્વારા પડકારવાને કારણે ઘણો વિલંબ થયો છે. આ સાથે, વિસ્થાપિત લોકો અને ભાડાના મકાનમાં રહેતા લોકોની લોન માફી, રાહત સહાય અને ભાડામાં વધારો કરવાની માંગણીઓ પણ પૂર્ણ થઈ નથી.
-> કેન્દ્ર સરકારે પીડિતોને કોઈ મદદ કરી નથી : સત્યન મોકેરી :- એલડીએફના ઉમેદવાર સત્યન મોકેરી શનિવારે તેમના ભાડાના આવાસમાં ભૂસ્ખલનના અનેક પીડિતોને મળ્યા હતા. આ સાથે તેમણે દાવો કર્યો કે રાજ્યમાં શાસક ડાબેરી સરકારના પુનર્વસન પ્રયાસો વિશ્વ માટે એક મોડેલ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે, ભાજપની કેન્દ્ર સરકારે હજુ સુધી ભૂસ્ખલન પીડિતોના પુનર્વસન માટે કોઈ મદદ કરી નથી.