ઇઝરાઇલ અને લેબનાન વચ્ચેનો વર્તમાન સંઘર્ષ વધતો જઇ રહ્યો છે. આ સંદર્ભમાં લેબનાનના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે છેલ્લા રવિવારે ઇઝરાયલી સેનાએ બે અલગ-અલગ વિસ્તારમાં ભારે હવાઇ હુમલાઓ કર્યા, જેમાં ઓછામાં ઓછા 45 લોકો મૃત્યુ પામ્યા અને 76 ઘાયલ થયા. માહિતી મુજબ, આ હુમલાઓ દક્ષિણ લેબનાનના ગામ આઇન અલ-ડેલ્બ અને પૂર્વ લેબનાનના બેકા ઘાટીમાં બાલ્બેક-હર્મેલ વિસ્તારમાં કરવામાં આવ્યા. આઇન અલ-ડેલ્બમાં 24 લોકો મૃત્યુ પામ્યા અને 29 અન્ય ઘાયલ થયા. જ્યારે બાલ્બેક-હર્મેલમાં ઓછામાં ઓછા 21 લોકો મૃત્યુ પામ્યા અને 47 અન્ય ઘાયલ થયા.
તાજેતરના દિવસોમાં ઇઝરાયલના તીવ્ર બોમ્બિંગના કારણે હજારો લેબનાની નાગરિકોને ઘર છોડી બીજા સ્થળે ભાગવું પડી રહ્યું છે. હવાઇ હુમલામાં ઇમારતોને નાશ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે ઇઝરાયલ આ હુમલાઓ હિઝ્બુલ્લાહના આતંકવાદીઓને નાશ કરવા માટે કરી રહ્યું છે. હાલમાંજ હસન નસરલ્લાહને ઠાર માર્યા પછી ઇઝરાયેલ વધારે આક્રમક બન્યું છે. દેશના પ્રધાનમંત્રી બેનજામિન નેથેન્યાહૂએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે તેઓ કોઈપણ કિંમતે આ હુમલાઓ રોકશે નહીં.
લેબનાનમાં મૃત્યુ પામેલ લોકોને સંખ્યા ખૂબ વધારે હોવાનું માનવામાં છે. ઇઝરાયલના હવાઇ હુમલામાં અત્યાર સુધી સેંકડો લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. આંકડાઓ મુજબ, લેબનાનમાં અત્યાર સુધી કુલ 1,640 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં 104 બાળકો અને 194 મહિલાઓનો સમાવેશ થાય છે. હિઝ્બુલ્લાહના આતંકવાદીઓની વાત કરીએ તો ઇઝરાયલનો દાવો છે કે હુમલામાં ઓછામાં ઓછા 20 હિઝ્બુલ્લાહના આતંકવાદીઓ માર્યા ગયા છે., જેમાં હિઝ્બુલ્લાહના પ્રમુખ હસન નસરલ્લાહ સહિત બે નજીકના સહયોગીઓ પણ શામેલ છે.