પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની પુત્રી અને સોશિયલ મીડિયા પ્રભાવક આલિયા કશ્યપ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે 11 ડિસેમ્બરે તેના વિદેશી બોયફ્રેન્ડ શેન રેગ્યુઅર સાથે લગ્ન કર્યા. બંનેના લગ્ન અનુરાગ કશ્યપના મુંબઈ સ્થિત ઘરે યોજાયા હતા. હવે આલિયા અને શેનના સપનાના લગ્નની તસવીરો સામે આવી છે.બંનેએ મુંબઈમાં હિંદુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આલિયા અને શેને ઇન્સ્ટાગ્રામ પર સંયુક્ત પોસ્ટમાં લગ્નની ઘણી સુંદર તસવીરો શેર કરી છે.તમને જણાવી દઈએ કે, શેન અને આલિયા 3 વર્ષથી વધુ સમયથી એકબીજા સાથે સંબંધમાં હતા અને બંનેએ વર્ષ 2023માં સગાઈ કરી હતી.
લગ્નના ફોટામાં વરરાજા શેન રેગવારે તેની દુલ્હનને જોઈને ભાવુક થઈ ગયા હતા. બ્લેક-એન્ડ-વ્હાઈટ તસવીરમાં વરરાજા ઈમોશનલ જોઈ શકાય છે. શેન રેગ્યુર સફેદ શેરવાની અને પાઘડી પહેરીને એકદમ હેન્ડસમ લાગતો હતો.
વેડિંગ લૂકની વાત કરીએ તો આલિયા કશ્યપે લાઈટ પિંક કલરનો હેવી બ્રાઈડલ લહેંગા પહેર્યો હતો. લેહેંગા સફેદ ભરતકામ, શિમર અને ક્રિસ્ટલ વર્કથી ચમકતો હતો. આ સાથે તેણે મેચિંગ બંગડીઓ અને જ્વેલરી પહેરી હતી. તેણે ઓપન હેર લુક સાથે અલગ બ્રાઈડલ લુક રાખ્યો હતો.