‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક જાહેર સભામાં આરક્ષણના મુદ્દા પર બોલતાં ગાયકવાડે રાહુલ ગાંધીની જીભ કાપનારને 11 લાખ ઇનામ આપવાનું એલાન કર્યુ. શિવસેના ધારાસભ્યએ કહ્યું કે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ‘બંધારણ જોખમમાં છે’ એવું જુઠ્ઠાણું ફેલાવીને મત મેળવી લીધા હતા. હવે તેઓ દેશમાં આરક્ષણ ખતમ કરવાની તરફેણ કરી રહ્યા છે. તેઓ પછાત અને આદિવાસીઓને મળતા આરક્ષણને 100 ટકા ખતમ કરવા માંગે છે.સભામાં સંજય ગાયકવાડે કહ્યું કે, “હું કહું છું કે જે રાહુલ ગાંધીની જીભ કાપી નાંખશે, હું તેને 11 લાખ રૂપિયા આપીશ”. શિવસેના નેતાના આ નિવેદન બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે.
-> લોકપ્રિયતા માટે નથી આપ્યું નિવેદનઃ સંજય ગાયકવાડ :- શિવસેના ધારાસભ્યએ તેમના ભાષણમાં કહ્યું કે તેઓ આ નિવેદન લોકપ્રિયતા મેળવવા માટે નથી આપતા. પછાત અને OBC સમાજની હાલત જોઈને તેમણે આ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો કે રાહુલ ગાંધીની આરક્ષણ ખતમ કરવાની વાતથી તેમના મનમાં ગુસ્સો છે, અને આ કારણે આ વાત જીભ પર આવી ગઈ. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસનો અસલી ચહેરો ઉજાગર કર્યો છે.
-> કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂએ કહ્યું હતું આતંકવાદી :- મહત્વનું છે કે બે દિવસ પહેલાં કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂએ પણ રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો. તેમણે બિહારના ભાગલપુરમાં રાહુલ ગાંધીને બોમ્બ બનાવનાર અને ‘નંબર વન આતંકવાદી’ ગણાવ્યા હતા. આ જવાબમાં કોંગ્રેસે કહ્યું કે રાહુલ ગાંધી માટે ભાજપના નેતાઓના દિલમાં ઘૃણા છે, તેથી તેઓ ગંદી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે.