‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે અને આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણીનો ઘોંઘાટ બંધ થઈ જશે. છેલ્લા દિવસે તમામ રાજકીય પક્ષોના નેતાઓ અવાજ ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે અને આજે અનેક રેલીઓને સંબોધવાના છે. આ દરમિયાન, ઇસ્લામિક ધાર્મિક નેતા મૌલાના સજ્જાદ નોમાનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મહારાષ્ટ્રના મુસ્લિમોને ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. આ વીડિયોને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ શેર કર્યો છે અને કહ્યું છે કે હું નોમાનીના મત આપવાના નિર્દેશોની નિંદા કરું છું.
-> શું છે મૌલાના સજ્જાદ નોમાનીના વીડિયોમાં? :- વીડિયોમાં મૌલાના સજ્જાદ નોમાનીને એમ કહેતા સાંભળી શકાય છે કે તેમનો સાથ આપનાર ન બનો..જો તમારા વિસ્તારમાં કોઈ તેમનું સમર્થન કરે તો તેનો બહિષ્કાર કરો. હું જાણું છું કે તમારામાંથી કેટલાક લોકોએ લોકસભાની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપ્યું હતું. આવા લોકોના હુક્કા પાણી બંધ કરી દેવા જોઈએ. આવા લોકોનો સામાજિક બહિષ્કાર થવો જોઈએ. તમે મસ્જિદોને શહીદ કરનારાઓને સમર્થન કરી રહ્યા છો, તમે મસ્જિદો પર બુલડોઝર ફેરવનારાઓને સમર્થન કરી રહ્યાં છો. કહી દો કે હવે અમારુ નામ મુસ્લિમોમાં નથી. આજથી હું ઘનશ્યામ દાસ. અડધા અહીંને અડધા ત્યાં નહીં ચાલે.. જો તેઓ મહારાષ્ટ્રમાં પરાજિત થાય તો દિલ્હી સરકાર પણ લાંબા સમય સુધી ચાલી નહીં શકે. તેથી અમારું લક્ષ્ય માત્ર મહારાષ્ટ્ર સરકાર નથી.
-> કોણ છે મૌલાના સજ્જાદ નોમાની? :- મૌલાના સજ્જાદ નોમાની એક ભારતીય ઇસ્લામિક મૌલવી, શિક્ષણશાસ્ત્રી અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા છે, જેઓ તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. મૌલાના સજ્જાદ અલ-ફરકાનના સંપાદક અને રહેમાન ફાઉન્ડેશનના સ્થાપક પણ છે. તેઓ અવારનવાર રાજકીય મુદ્દાઓ પર બોલે છે અને તેમના નિવેદનોએ ધાર્મિક અને રાજકીય વર્તુળોમાં ઘણીવાર વિવાદ સર્જ્યો છે.
મૌલાના સજ્જાદ નોમાની સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને મોટી સંખ્યામાં લોકો સુધી પોતાના વિચારો પહોંચાડે છે. તેમના નિવેદનોની ઘણીવાર ટીકા કરવામાં આવે છે અને ધ્રુવીકરણ માનવામાં આવે છે. તાજેતરમાં મૌલાના સજ્જાદ નોમાની ‘વોટ જેહાદ’ જેવા મુદ્દાઓ પર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. તેમણે મુસ્લિમ સમુદાયને ભારતીય જનતા પાર્ટી સામે એક થવાની અપીલ કરી છે. મૌલાના સજ્જન નોમાનીના નિવેદનોની મુસ્લિમ સમુદાય પર મોટી અસર છે અને સમુદાયના રાજકીય અભિપ્રાયને પ્રભાવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.