Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

મણિપુરમાં જે પણ થઈ રહ્યું છે તેના માટે નીતિશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુ જવાબદારઃ સંજય રાઉત

Spread the love

શિવસેનાના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર મોદી સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. એટલું જ નહીં આ વખતે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ રાઉતના નિશાના પર આવ્યા. સંજય રાઉતે કહ્યું, કોણ છે તે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર… જેમ્સ બોન્ડ… ક્યાં છે?વાસ્તવમાં સંજય રાઉત મણિપુરમાં ચાલી રહેલી હિંસા વિશે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે દેશના ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે મુંબઈમાં છે. ચૂંટણીની પરિસ્થિતિની સમીક્ષા કરવા. પરંતુ તેઓ મણિપુર જઈ શકતા નથી. રાઉત અહીં ન અટક્યા, તેમણે પૂછ્યું કે પેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે… જેમ્સ બોન્ડ, ક્યાં છે? તેઓ યુક્રેન જઈને યુદ્ધ બંધ કરી રહ્યા છે.

–> નીતિશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુ જવાબદાર :- પીએમ મોદીની યુક્રેનની મુલાકાતનો ઉલ્લેખ કરતા રાઉતે કહ્યું કે તેઓ ત્યાં યુદ્ધના મેદાનમાં જાય છે અને ફોટોગ્રાફ્સ લે છે. તેઓએ મણિપુરની સડકો પર ચાલીને બતાવવું જોઈએ. પોતાને ભગવાન હોવાનો દાવો કરે છે. ભગવાન માત્ર મૃતદેહોને જોઈ રહ્યા છે. રાઉતે કહ્યું કે, મણિપુરમાં જે પણ થઈ રહ્યું છે તેના માટે માત્ર ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર જ જવાબદાર છે. આ લોકોના કારણે જ દેશની સત્તા તેમના હાથમાં છે.

–> મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી :- મણિપુર સતત હિંસાની આગમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્યમાં અનામતને લઈને ગયા વર્ષે 3 મેના રોજ હિંસા શરૂ થઈ હતી. હિંસામાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના મોત થયા છે. હજારો લોકો બેઘર બન્યા છે. આ હિંસા Meitei અને Kuki સમુદાયો વચ્ચે ફેલાઈ છે. તાજેતરમાં કુકી આતંકવાદીઓ દ્વારા ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. તાજેતરમાં મણિપુરમાં હિંસામાં 6 લોકોના મોત થયા હતા. આ પછી રાજ્યમાં સ્થિતિ ફરી વણસી છે. રાજધાની ઈમ્ફાલમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સુરક્ષા દળોના 2000 વધારાના જવાનો પણ મોકલ્યા છે.


Spread the love

Read Previous

કમલા હેરિસ અમેરિકાના ઇતિહાસની સૌથી ખરાબ ઉપરાષ્ટ્રપતિ, ડિબેટ દરમ્યાન બોલ્યા ટ્રમ્પ

Read Next

ઇન્ડિગો એરલાઇન્સે 70 લાખ રૂપિયાનો દંડ ચૂક્વ્યો, જાણો કારણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram