બુલેટિન ઈન્ડિયા પાલિતાણા : ગુજરાતીઓ માટે વર્ષ બદલાયું હોવા છતાં રખડતાં ઢોરોના ત્રાસના અહેવાલો યથાવત છે, તાજેતરમાં બનેલી ઘટનામાં ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં એક ખેડૂતે જીવ ગુમાવ્યો હતો.પાલિતાણા તાલુકાના હનોલ અને વાલુકડ ગામ વચ્ચે આ ઘટના બની હતી.
પોતાનું ટુવ્હીલર લઈને ઘરે જઈ રહેલા ભરતભાઈ વાઘાણી નામના ખેડૂતને એક રખડતી ગાયે જીવલેણ હુમલો કર્યો હતો. રખડતી ગાય સાથે અથડાયા બાદ ભરતભાઈને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે પ્રથમ પાલિતાણા ખસેડવામાં આવ્યા હતા.
બાદમાં તેમને સર તખ્તાસિંહજી જનરલ હોસ્પિટલ (ભાવનગર સિવિલ હોસ્પિટલ)માં રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.મૃતક પાલિતાણા તાલુકાના બહાદુરગઢ ગામનો રહેવાસી હતો. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.