‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
ઈઝરાયેલે લેબનોનમાં હવાઈ હુમલાઓ તેજ કર્યા છે. હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. જેના કારણે ત્યાંની સ્થિતિ સતત વણસી રહી છે.આવી સ્થિતિમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા પોતાના નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું છે. આ સિવાય આગામી સૂચના સુધી લેબનોન ન જવાની પણ સલાહ આપવામાં આવી છે.આ ઉપરાંત એવા લોકો કે જેઓ વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ અહીં રહેવા માંગે છે તેઓને અત્યંત સાવધાની રાખવા અને દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. લોકોની મદદ માટે એક નંબર પણ જારી કર્યો છે.
-> ભારતીય દૂતાવાસે કહ્યું :- લેબનોનમાં પહેલાથી જ હોય તેવા તમામ ભારતીય નાગરિકોને પણ લેબનોન છોડવાની સલાહ આપવામાં આવે છે. જેઓ કોઈપણ કારણોસર ત્યાં રહે છે તેઓને અત્યંત સાવધાની રાખવા, હિલચાલ મર્યાદિત કરવા અને બેરૂતમાં ભારતીય દૂતાવાસ સાથે અમારા ઈમેલ આઈડી cons.beirut@mea.gov.in અથવા ઈમરજન્સી ફોન નંબર +96176860128 પર સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવે છે.
-> યુકેએ પણ તેના નાગરિકોને લેબનોન છોડવા કહ્યું :- બીજી તરફ ઇઝરાયેલ અને ઇરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચેની લડાઈ તીવ્ર બન્યા પછી, વડા પ્રધાન કીર સ્ટારમેરે બ્રિટિશ નાગરિકોને લેબનોન છોડવા કહ્યું છે.ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે રવાના થતા પહેલા, પીએમ કીર સ્ટારમેરે કહ્યું કે હિંસામાં વધારાને ધ્યાનમાં રાખીને બ્રિટન તેની આકસ્મિક યોજનાઓ પર કામ કરી રહ્યું છે. તેમણે ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધ વધવાની સંભાવના દર્શાવી ..