‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બે દિવસની મુલાકાતે રશિયાના કઝાન શહેર પહોંચ્યા. અહીં તેઓ 23 ઓક્ટોબરે બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઝાનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લીધો હતો. ચાર મહિનામાં પીએમ મોદીની રશિયાની આ બીજી મુલાકાત છે. અગાઉ તેઓ જુલાઈમાં મોસ્કો આવ્યા હતા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમનું ક્રેમલિનમાં સ્વાગત કર્યું હતું. એવી અટકળો છે કે પીએમ મોદી બ્રિક્સ સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી શકે છે.
જો કે, આવી કોઈ બેઠક અંગે બંને દેશો તરફથી ઔપચારિક રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. વડાપ્રધાન મોદી આજે સવારે કાઝાન પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર ભારતીય સમુદાય દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની દ્વિપક્ષીય બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, ‘આંતર-સરકારી આયોગની આગામી બેઠક 12 ડિસેમ્બરે નવી દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. અમારા સંયુક્ત પ્રોજેક્ટ્સ સતત પ્રગતિ કરી રહ્યા છે. તમે કઝાનમાં ભારતીય કોન્સ્યુલેટ ખોલવાનું નક્કી કર્યું છે. અમે તેનું સ્વાગત કરીએ છીએ. ભારતની નીતિઓથી બંને દેશો વચ્ચેની ભાગીદારી અને સંબંધોને ફાયદો થશે. તમને અને તમારા પ્રતિનિધિમંડળને રશિયામાં જોઈને અમે ખૂબ જ ખુશ છીએ.