બુલેટિન ઈન્ડિયા બનાસકાંઠા : ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી નજીક જ છે અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની જીતનું લક્ષ્ય છે. પ્રચાર-પ્રસારની પ્રવૃત્તિઓ વચ્ચે ગુજરાત ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ આજે વાવ વિધાનસભા વિસ્તારોની મુલાકાતે આવી રહ્યા છે.
સી.આર.પાટીલ ભાભરની રાધે ઈન્ટરનેશનલ સ્કૂલમાં મહત્વની બેઠક યોજશે, જેમાં ધારાસભ્ય પ્રવિણ માળી, કેસાજી ચૌહાણ, પૂર્વ સાંસદ પરબત પટેલ, ભાજપના નેતા રજનીશ પટેલ, જયંતીભાઈ કવડીયા, અને બુથ લેવલના પ્રમુખો અને કાર્યકરો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે. આ ચર્ચામાં પાર્ટીની ચૂંટણી તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
દરમિયાન બંને પક્ષો પોતપોતાના ઉમેદવારોને જીતાડવા માટે બનતા તમામ પ્રયાસો કરતા હોવાથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ વાવમાં જ છે. વાવ વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટે 13મી નવેમ્બરે મતદાન થશે, જેનું પરિણામ 23મી નવેમ્બરે જાહેર થવાનું છે.