‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષોના નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં પીએમ મોદી પણ ચૂંટણી રેલીને સંબોધવા ડોડા પહોંચ્યા હતા. અહીં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ, પીડીપી પર નિશાન સાધ્યું હતું.જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘આ વખતે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણી ત્રણ રાજવંશ અને જમ્મુ-કાશ્મીરના યુવાનો વચ્ચે છે. એક પરિવાર કોંગ્રેસનો, એક પરિવાર નેશનલ કોન્ફરન્સનો અને એક પરિવાર પીડીપીનો છે. આ ત્રણ પરિવારોએ મળીને જમ્મુ-કાશ્મીરમાં તમારા લોકો સાથે જે કર્યું છે તે કોઈ પાપથી ઓછું નથી.
–> આતંકવાદ પર નિશાન :- આતંકવાદ પર નિશાન સાધતા તેમણે કહ્યું, “તમને એ સમય યાદ છે જ્યારે દિવસ આથમતાંની સાથે જ અહીં અઘોષિત કર્ફ્યુ લાદવામાં આવતો હતો. સ્થિતિ એવી હતી કે કોંગ્રેસની કેન્દ્ર સરકારના ગૃહમંત્રી પણ લાલ ચોકમાં જતા ડરતા હતા. આજે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અંતિમ શ્વાસો લઇ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 10 વર્ષોમાં જે પરિવર્તન આવ્યું છે તે એક સ્વપ્નથી ઓછું નથી, જે પથ્થરો પહેલા પોલીસ અને સેનાના જવાનોને મારવા માટે ઉઠતા હતા તે પથ્થરોથી હવે એક નવુ જમ્મુ-કાશ્મીર બની રહ્યું છે.
–> ભાજપ નવું જમ્મુ-કાશ્મીર બનાવશે :- પીએમ મોદીએ કહ્યું, “ભાજપ એક એવું જમ્મુ અને કાશ્મીર બનાવવા જઈ રહી છે જે આતંકવાદ મુક્ત અને પ્રવાસીઓ માટે સ્વર્ગ હશે. તેમણે વધુમાં કહ્યું કે, “જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું કામ પણ બીજેપી સરકાર કરશે. પરંતુ તમારે એવા લોકોથી સાવચેત રહેવું જોઈએ, જેઓ પોતાના સ્વાર્થ માટે તમારા અધિકારો છીનવી રહ્યાં છે.”
–> વિપક્ષ પર નિશાન સાધ્યું :- વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, “આજકાલ આ લોકો બંધારણને પોતાના ખિસ્સામાં રાખે છે. તેઓ પોતાના કાળા કાર્યોને છુપાવવાનું નાટક કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરનું દરેક બાળક જાણે છે કે વાસ્તવિકતા શું છે.