બાબા સિદ્દીકીની હત્યાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. આ પોસ્ટમાં સલમાન ખાન અને દાઉદ ગેંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ અંગે મુંબઈ પોલીસે કહ્યું કે અમે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ જોઈ છે અને અમે તેની સત્યતાની તપાસ કરી રહ્યા છીએ.
-> સલમાન ખાન અમને યુદ્ધ નહોતું જોઈતું :- સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “સલમાન ખાન, અમારે આ લડાઇ નહોતી જોઇતી, પરંતુ તમે અમારા ભાઈને નુકસાન કરાવ્યું… આજે જે બાબા સિદ્દીકીની પ્રશંસા કરતા તમે થાકતા નથી , તે એક સમયે દાઉદ સાથે MCOCA એક્ટમાં હતો. તેના (બાબા સિદ્દીકી) મૃત્યુનું કારણ અનુજ થાપન, અને દાઉદને બોલિવૂડ, રાજકારણ, પ્રોપર્ટી ડીલિંગ સાથે જોડવાનું હતું, જે કોઈ સલમાન ખાન અને દાઉદ ગેંગને મદદ કરશે, તે પોતાનો હિસાબ કિતાબ ચૂકવવા તૈયાર રહે.
-> તપાસને વાળવાનું ષડયંત્ર હોઈ શકે છે :- હત્યાની કબૂલાત માટે સોશિયલ મીડિયા પર જે હેન્ડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો ઉપયોગ લોરેન્સ ગેંગે અગાઉ ક્યારેય કર્યો નથી. લોરેન્સ બિશ્નોઈની પેટર્ન એવી રહી છે કે અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અથવા ગેંગના કોઈ મજબૂત સભ્ય આવી પોસ્ટ મૂકીને જવાબદારી લે છે. તપાસને ડાયવર્ટ કરવા માટે આ ટીખળ કરવામાં આવી હોય તેવું પણ હોઈ શકે છે.
-> બુલેટીન ઇન્ડિયા આ પોસ્ટને લઇને કોઇ પુષ્ટિ કરતું નથી :- આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી આ પોસ્ટની સત્યતા અંગે તપાસ ચાલુ છે.મહત્વનું છે કેરાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની શનિવારે (12 ઓક્ટોબર 2024) રાત્રે મુંબઈના બાંદ્રા ઈસ્ટ વિસ્તારમાં ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. નિર્મલ નગરમાં કોલગેટ ગ્રાઉન્ડ પાસે બાબા સિદ્દીકીના પુત્ર અને ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર બનેલી આ ઘટના બાદ તરત જ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.