Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

પૂરગ્રસ્ત ગુજરાતને કેન્દ્ર સરકારે ₹600 કરોડની સહાયની મંજૂરી આપી

Spread the love

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ગુજરાતને રૂ.600 કરોડ, મણિપુરને રૂ.50 કરોડ અને ત્રિપુરાને રૂ.25 કરોડ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)માંથી કેન્દ્રના હિસ્સા તરીકે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એનડીઆરએફ)માંથી એડવાન્સ આપવા માટે મંજૂરી આપી છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન અતિ ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે આ રાજ્યો પ્રભાવિત થયા છે.

આ વર્ષ દરમિયાન અતિ ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુર રાજ્યો પ્રભાવિત થયા હતા. આ તમામ અસરગ્રસ્ત રાજ્યોમાં આંતર-મંત્રાલયીય કેન્દ્રીય ટીમો (આઈએમસીટી)ની નિયુક્તિ કરવામાં આવી છે, જેથી નુકસાનીની સ્થળ પર જ આકારણી કરી શકાય. બાકીનાં રાજ્યોને વધારાની નાણાકીય સહાયનો નિર્ણય આઇએમસીટી રિપોર્ટ પ્રાપ્ત થયા પછી લેવામાં આવશે.ઉપરાંત, તાજેતરમાં, બિહાર અને પશ્ચિમ બંગાળ રાજ્યો પણ પૂરથી અસરગ્રસ્ત થયા છે.

અને નુકસાનની ઓન-ધ-સ્પોટ આકારણી કરવા માટે ટૂંક સમયમાં આ રાજ્યોમાં આઈએમસીટી મોકલવામાં આવશે.ચાલુ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે એસડીઆરએફમાંથી 21 રાજ્યોને રૂ. 9044.80 કરોડ, એનડીઆરએફ પાસેથી 15 રાજ્યોને રૂ. 4528.66 કરોડ અને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (એસડીએમએફ)માંથી રૂ. 11 રાજ્યોને રૂ. 1385.45 કરોડની રકમ રીલિઝ કરી છે. નાણાકીય સહાય ઉપરાંત કેન્દ્ર સરકારે તમામ અસરગ્રસ્ત રાજ્યોને જરૂરી એનડીઆરએફની ટીમો, આર્મી ટીમો અને હવાઈ દળની મદદ સહિત તમામ લોજિસ્ટિક સહાય પૂરી પાડી છે.


Spread the love

Read Previous

ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ઉકાઈ આજે 100 ટકા જળસંગ્રહ

Read Next

હમાસના સહ સ્થાપકના પુત્રએ ઇઝરાયેલ દ્વારા થઇ રહેલા હુમલાને યોગ્ય ઠેરવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram