‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
ચંદન અને અલ્લુ અર્જુનના સ્વેગ, તેઓએ સાથે મળીને વર્ષ 2021માં ભારે હલચલ મચાવી હતી. સુકુમાર દ્વારા દિગ્દર્શિત પુષ્પા ધ રાઇઝ ફિલ્મના ત્રણ વર્ષ પછી, પુષ્પરાજ પુષ્પા 2 ધ રૂલ સાથે પુનરાગમન કરી રહ્યો છે, તે પણ ધમાકેદાર.
રિલીઝ પહેલા જ એવી ઘણી ચર્ચા હતી કે પુષ્પા 2 ના મેકર્સ અમીર બની ગયા છે. આ અપકમિંગ ફિલ્મે રિલીઝ પહેલા એક હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હવે મેકર્સે આ સમાચારો પર પોતાનું મૌન તોડ્યું છે.
શું પુષ્પા 2 એ 1000 કરોડની કમાણી કરી?
Mythri Movie Makers ના નિર્માતા રવિ શંકરે ફિલ્મના થિયેટ્રિકલ અને નોન થિયેટ્રિકલ બિઝનેસની વિગતો આપી છે. નિર્માતા નવીન યેર્નેની અને રવિએ ગુરુવારે હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરી હતી કે પુષ્પા 2: ધ રૂલ 5 ડિસેમ્બરે રિલીઝ થશે. તેણે એ દાવાને પણ સંબોધિત કર્યો કે ફિલ્મે તેની રિલીઝ પહેલા 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. રવિએ કહ્યું.
OTT રાઇટ્સ રૂ. 275 કરોડમાં વેચાયા
Sacknilk અનુસાર, પુષ્પા 2 ના થિયેટ્રિકલ રાઇટ્સ વિશ્વભરમાં 600 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. નોન થિયેટ્રિકલની વાત કરીએ તો, તેના OTT અધિકારોએ રૂ. 275 કરોડની કમાણી કરી છે અને સેટેલાઇટ રાઇટ્સ રૂ. 85 કરોડમાં વેચાયા છે. ફિલ્મના મ્યુઝિક રાઇટ્સ પણ રૂ. 65 કરોડમાં વેચાયા હોવાના અહેવાલ છે. અલ્લુ અર્જુનની આ ફિલ્મ 5 ડિસેમ્બરે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે
પુષ્પાએ આટલા કરોડની કમાણી કરી હતી
વર્ષ 2021માં રિલીઝ થયેલી પુષ્પા ધ રાઇઝ બ્લોકબસ્ટર રહી હતી. બોલિવૂડ હંગામા અનુસાર, અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મે 108.26 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મના ડાયલોગ્સ અને ઓઓ અંતવા ગીત ખૂબ જ લોકપ્રિય થયા હતા. આ ફિલ્મ માટે અલ્લુ અર્જુનને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે.