Breaking News :

દિવાળી પર અમદાવાદ મેટ્રો ટ્રેન ઓછા કલાકો સુધી દોડશે

PM મોદીએ ચાલુ રાખી દિવાળીની પરંપરા, કચ્છમાં સૈનિકો સાથે કરી ઉજવણી

ગૌતમ ગંભીર સામેનો છેતરપીંડીનો જુનો કેસ ફરીથી ખુલશે, કોર્ટે આપ્યા તપાસના આદેશ

કેજરીવાલે ભાજપને આપ્યો ઝટકો, આ દિગ્ગજ નેતા જોડાયા આમ આદમી પાર્ટીમાં

આજે ભારતમાં નક્સલવાદ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે : PM મોદી

પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહે તેમની નવી પાર્ટીની કરી જાહેરાત, નીતિશકુમાર પર સાધ્યું નિશાન

કેનેડાની સંસદમાં દિવાળી સેલિબ્રેશનનો કાર્યક્રમ રદ કરવાના સમાચાર ખોટા, વિપક્ષી નેતાએ કરી સ્પષ્ટતા

દિવાળીમાં લક્ષ્મી પૂજા માટે આ પૂજા વસ્તુઓને ભૂલશો નહીં, જુઓ યાદી

દિવાળી પર બનાવો મોરની રંગોળી, તમારા ઘરની સુંદરતા વધશે, જુઓ તસવીરો

દિવાળી પર ભગવાનના મંદિરને શણગારવામાં મદદ કરશે 7 રીતો, પૂજા રૂમની સુંદરતામાં વધારો કરશે

પુણેમાં હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના, 3ના મોત, ખરાબ હવામાન અને ટેક્નિકલ ખામી બની કારણ

Spread the love

મહારાષ્ટ્રના પુણેમાં હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના ઘટી છે. બાવધન બુદ્રુક ગામ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું.. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે. ગ્રામજનોએ હિંજવડી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. પોલીસ અને મેડિકલ ટીમને રવાના કરવામાં આવી છે. DGCA અનુસાર, હેરિટેજ એવિએશનનું VT-EVV રજીસ્ટ્રેશન ધરાવતું અગસ્તા 109 હેલિકોપ્ટર પુણેના ઓક્સફોર્ડ હેલિપેડથી લગભગ 20 એનએમ દૂર ક્રેશ થયું હતું.ડીજીસીએએ કહ્યું કે હેલિકોપ્ટરમાં બે પાયલટ અને એક એએમઈ હતા, જ્યારે કોઈ પેસેન્જર નહોતા.

હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય ક્રૂ મેમ્બરના મોતના અહેવાલ છે.પાયલોટ કેપ્ટન પિલ્લઈ અને કેપ્ટન પરમજીત હતા. હેલિકોપ્ટરે સવારે 7 વાગ્યે ઉડાન ભરી હતી. આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત થવાની સંભાવના છે. ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. હિંજેવાડી પોલીસ સ્ટેશન અને ઉડ્ડયન અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરનું મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું.

-> ઓગસ્ટમાં પણ એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું :- આ પહેલા ઓગસ્ટ મહિનામાં પણ પુણેમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના બની હતી, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. હેલિકોપ્ટરે મુંબઈના જુહુથી હૈદરાબાદ તરફ ઉડાન ભરી હતી. આ દરમિયાન ખરાબ હવામાન અને ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટર પુણેના પૌડ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જે હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું હતું તે ખાનગી કંપની ગ્લોબલ વેક્ટ્રા હેલિકોપ્ટરનું હતું. આ હેલિકોપ્ટરનો ઉપયોગ ટૂંકા અંતરની મુસાફરી માટે થતો હતો.દુર્ઘટનાને કારણે હેલિકોપ્ટરને ભારે નુકસાન થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં પણ આગ લાગી હતી. હેલિકોપ્ટર ત્યાં જ તૂટી પડ્યું હતું. પાયલોટ આનંદ આ હેલિકોપ્ટરનું પાયલોટિંગ કરી રહ્યા હતા. આ અકસ્માતમાં પાયલટ સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


Spread the love

Read Previous

શું ઇરાન-ઇઝરાયેલ યુદ્ધથી ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટવાની આશા પર પાણી ફરી વળ્યું ?

Read Next

ઇરાનના હુમલા બાદ ભારતીય દૂતાવાસે ઇઝરાયેલમાં સ્થિત પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram