બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર ગયા પછીથી અરાજકતા કેટલી વધી છે, તેનું તાજું ઉદાહરણ ત્યાંના હિંદુ મંદિરમાં જોવા મળ્યું છે. એક તરફ, જયારે નવરાત્રિ દરમિયાન અહીંયા દુર્ગા પૂજાની ધૂમ છે અને દેવી મહાકાલીની પૂજા થઈ રહી છે, ત્યારે બાંગ્લાદેશના સતોહીરા જિલ્લાના શ્યામનગરમાં આવેલા જેશોરેશ્વરી મંદિરમાંથી મહાકાળીની મૂર્તિના મુકુટની ચોરી થઇ ગઇ છે.
-> મંદિરમાંથી ચોરી થયો દેવીનો મુકોત :- આ મુકુટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભેટ આપ્યો હતો. PM મોદી માર્ચ 2021માં જ્યારે બાંગ્લાદેશની યાત્રા પર ગયા હતા, ત્યારે તેમણે જેશોરેશ્વરી મંદિરમાં દેવીના દર્શન કરી આ મુકુટ ચઢાવ્યો હતો. પરંતુ હવે તે ચોરી થઈ ગયો છે. મુકુટ ચોરીની આ ઘટના ગુરુવારે બની. પૂજારી દિલીપ મુખરજી પૂજા પછી પોતાના ઘરે ગયા હતા અને સફાઈ કર્મચારીઓએ પછી જોયું કે દેવી મહાકાલીના માથા પરથી મુકુટ ગાયબ હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી.
-> બાંગ્લાદેશમાં PMએ કર્યા હતા મહાકાલી દેવીના દર્શન :- PM મોદીએ પોતાના બાંગ્લાદેશના પ્રવાસ દરમિયાન 27 માર્ચ 2021ના રોજ આ મંદિરના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે આ મુકુટ મંદિરને ભેટ આપ્યો હતો. આ સમયે PM મોદીએ મંદિરના દર્શનનો એક વીડિયો પણ શેર કર્યો હતો. વાસ્તવમાં, કોરોના મહામારી બાદ PM મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા હતી.
PM મોદીની તરફથી મંદિરને ભેટ અપાયેલો મુકુટ ચાંદીનો હતો, જેને સોનેરી કોટ ચઢાવવામાં આવી હતી. આ મુકુટનું સાંસ્કૃતિક અને ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્વનું હતું. હિંદુ માન્યતા મુજબ, જેશોરેશ્વરી મંદિર ભારત અને પડોશી દેશોમાં આવેલ 51 શક્તિપીઠોમાંથી એક છે. જેશોરેશ્વરીનો અર્થ છે ‘જશોરેની દેવી. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદ લઇ ચોરને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.