Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનનું બોલિવૂડ કમબેકઃ 8 વર્ષ પછી આ હિન્દી ફિલ્મમાં જોવા મળશે, મુખ્ય અભિનેત્રીએ પણ કરી પુષ્ટિ

Spread the love

પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ભારતમાં પણ મોટી ફેન ફોલોઈંગ છે. ‘કપૂર એન્ડ સન્સ’, ‘એ દિલ હૈ મુશ્કિલ’ અને ‘ખૂબસુરત’ જેવી હિન્દી ફિલ્મોમાં જોવા મળેલો ફવાદ ખાન ફરી એકવાર બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહ્યો છે. 8 વર્ષ પછી તેને હિન્દી ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યો છે.

-> ફવાદની આગામી હિન્દી ફિલ્મ :- ફવાદ ખાન અભિનીત આગામી હિન્દી ફિલ્મનું નામ ‘અબીર ગુલાલ’ હશે. આમાં ફવાદની સામે લીડ એક્ટ્રેસ વાણી કપૂર હશે. આ ફિલ્મ એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ હશે, જેનું શૂટિંગ 29 સપ્ટેમ્બરથી લંડનમાં શરૂ થઈ ગયું છે. તેનું નિર્દેશન આરતી એસ બાગરી કરશે. વિવેક અગ્રવાલ, અવંતિકા હરી અને રાકેશ સિપ્પી પ્રોડક્શન માટે જવાબદાર છે.ફિલ્મ હાઉસ ઈન્ડિયન સ્ટોરીઝે સોમવારે ફવાદ-વાણીની ફિલ્મ અબીર ગુલાલની સત્તાવાર જાહેરાત કરી છે. રિપોર્ટ્સ અનુસાર, તેનું શૂટિંગ બ્રિટનમાં ઓક્ટોબરથી નવેમ્બર 2024 વચ્ચે થશે. ફિલ્મની સ્ટોરી લાઇન રોમેન્ટિક થીમ પર છે જેમાં બે અજાણ્યા લોકો એકબીજાને મદદ કરે છે, પરંતુ જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ તેઓ પ્રેમમાં પડે છે.

-> ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ છે :- તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં ફવાદ ખાનની પાકિસ્તાની ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ને લઈને ઘણી હેડલાઈન્સ છે. આ ફિલ્મ લગભગ એક દાયકા પછી ભારતમાં 2 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી, પરંતુ સરકાર દ્વારા તેને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. જે બાદ ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ ભારતમાં રિલીઝ થઈ શકી નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે અને 2016માં ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર ભારતમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જેના કારણે કોઈ પણ પાકિસ્તાની એક્ટર હિન્દી ફિલ્મોમાં કામ કરી શક્યો ન હતો. કરણ જોહર સાથે શાનદાર ફિલ્મો આપનાર ફવાદ લગભગ 8 વર્ષ સુધી ભારતીય સિનેમાથી દૂર રહ્યો. પરંતુ હવે અબીર ગુલાલની જાહેરાત બાદ તે ફરી એકવાર બોલિવૂડમાં કમબેક કરશે.


Spread the love

Read Previous

અમિત શાહે PM મોદીને બંધારણીય પદ સંભાળવાના 23 વર્ષ પૂરા થવા પર અભિનંદન પાઠવ્યા

Read Next

અનુપમા સ્પોઇલર 7 ઑક્ટો: ડિમ્પીના મૃત્યુનો આરોપ આધ્યા પર લાગશે, અનુપમા પોતાની દીકરીને જેલમાં મોકલશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram