Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોંબ બ્લાસ્ટ, 21ના મોત, અનેક લોકો ઘાયલ

Spread the love

પાકિસ્તાનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટા રેલવે સ્ટેશન પર બોંબ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલોની સંખ્યા હજુ વધી શકે છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, અને મામલાની તપાસ ચાલી રહી છે.

બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે. તાજેતરમાં પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. આ સિવાય અહીં અલગતાવાદી બળવો પણ વધી રહ્યો છે.

પોલીસે મામલાની માહિતી આપી હતી
વરિષ્ઠ પોલીસ અધિક્ષક (ઓપરેશન્સ) મુહમ્મદ બલોચે જણાવ્યું હતું કે, “જ્યારે પેશાવર જતી એક્સપ્રેસ તેના ગંતવ્ય માટે રવાના થવાની હતી ત્યારે રેલ્વે સ્ટેશનની અંદર વિસ્ફોટ ત્યારે થયો વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અને બચાવકર્મીઓ વિસ્ફોટના સ્થળે પહોંચી ગયા હતા. આ સિવાય ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. બીજી તરફ ઘાયલોની સારવાર માટે વધારાના ડોકટરો અને સહાયક સ્ટાફને બોલાવવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિએ ઘટનાની નિંદા કરી
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સૈયદ યુસુફ રઝા ગિલાનીએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ માનવતાના દુશ્મન છે. તેઓએ નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે આતંકવાદને ખતમ કરવા માટે દરેક સંભવિત પગલાં લેવાના તેમના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો હતો.

તે જ સમયે, બલૂચિસ્તાનના મુખ્ય પ્રધાન સરફરાઝ બુગતીએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે, તેમણે પણ પ્રાંતમાંથી આતંકવાદના ખતરાને ખતમ કરવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો છે.


Spread the love

Read Previous

09 November 2024 : કન્યા રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

Read Next

ધર્મેન્દ્રને પોતાની દીકરીઓને સલવાર કમીઝમાં જોવી ગમતી, એશા દેઓલ ફિલ્મોમાં આવે તે ઈચ્છતા ન હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram