ભારતના પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાનું 9 ઓક્ટોબર 2024 ના રોજ 86 વર્ષની વયે અવસાન થયું. ભારત સહિત વિશ્વભરના દિગ્ગજ નેતાઓએ આ અંગે શોક વ્યક્ત કર્યો હતો. દરમિયાન, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમને બંને દેશો વચ્ચેની મિત્રતાના સમર્થક ગણાવ્યા.
-> શું કહ્યું ઈઝરાયેલના PM નેતન્યાહુએ? :- ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ X પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિત કરેલી પોસ્ટમાં, ઇઝરાયેલ-ભારત સંબંધોને આગળ વધારવામાં રતન ટાટાના યોગદાનને હાઇલાઇટ કર્યું હતું. તેમણે શનિવારે એક પોસ્ટમાં લખ્યું, “મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી. “હું અને ઇઝરાયેલના અસંખ્ય લોકો ભારતના મહાન પુત્ર અને બંને દેશો વચ્ચે મિત્રતાના હિમાયતી રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ.” નેતન્યાહુએ વડાપ્રધાન મોદીને રતન ટાટાના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરતા આ વાત કહી.
-> વિશ્વના મોટા નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું :- સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગે પણ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી અને તેમને તેમના દેશના સાચા મિત્ર ગણાવ્યા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને શુક્રવારે રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો અને ઈનોવેશન અને મેન્યુફેક્ચરિંગમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. તેમણે ભારત અને ફ્રાન્સમાં ઉદ્યોગોને મજબૂત કરવામાં તેમની ભૂમિકાને સ્વીકારી.રતન ટાટાના અવસાન પછી, સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ટાટા ટ્રસ્ટની રચનામાં રતન ટાટાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ટાટા સન્સ આ જૂથની હોલ્ડિંગ કંપની છે, જેમાં ટાટા ટ્રસ્ટનો 66 ટકા હિસ્સો છે. આ ટ્રસ્ટ સામાજિક સમસ્યાઓ સંબંધિત કામ કરે છે.