Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

નેતન્યાહુએ કહ્યું હમાસ સાથેનું યુદ્ધ કાલેજ સમાપ્ત કરી દઇશું, પરંતુ આ માટે હમાસે…

Spread the love

ઇઝરાયેલની સેનાએ હમાસના નેતા યાહ્યા સિન્વરની હત્યા કર્યા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મોટી જાહેરાત કરી છે. ગઈકાલે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે તેઓ આવતીકાલે જ હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવશે, પરંતુ આ માટે હમાસે તેમની કેદમાં રહેલા બંધકોને મુક્ત કરવા પડશે. જો કે, તે જોવાનું ખરેખર રસપ્રદ રહેશે કે હમાસ ઇઝરાયેલની શરતો સ્વીકારે છે કે નહીં, કારણ કે ઇઝરાયેલની સેનાએ યુદ્ધમાં હમાસના ઘણા મોટા નેતાઓને મારી નાખ્યા છે.મળતી માહિતી મુજબ, ઓછામાં ઓછા 102 લોકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે, ઇઝરાયેલ તેમને મુક્ત કરાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.પોતાના વિડીયો સંદેશમાં બેન્જામિન નેતન્યાહુએ ગાઝાના લોકોને એક ખાસ સંદેશ આપ્યો હતો કે સિનવાર, જેને તમે લોકો સિંહ માનતા હતા તે પોતે ગુફામાં છુપાયેલો હતો. તે તમારું કંઈ સારું કરી રહ્યો ન હતો.

-> યુએસ પ્રમુખ બિડેને નેતન્યાહૂ સાથે વાત કરી હતી :- સિનવારની હત્યાથી અમેરિકા પણ ખૂબ ખુશ છે. આ જ કારણ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ગઈ કાલે ઈઝરાયેલના વડાપ્રધાન સાથે ફોન પર વાત કરી અને તેમને અભિનંદન પાઠવ્યા. આ સિવાય યુદ્ધને લગતી આગળની યોજનાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.વાતચીત દરમિયાન, બિડેને પણ બંધકોની મુક્તિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી અને ભાર મૂક્યો હતો કે અમારું આગામી લક્ષ્ય તેમની મુક્તિ છે.

-> યાહ્યા સિનવાર ઈઝરાયેલ પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો :- યાહ્યા સિનવાર ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પરના હુમલા પાછળનો માસ્ટરમાઇન્ડ હતો, જેને મારવા માટે IDF વર્ષોથી રાહ જોઈ રહ્યું હતું, જે આખરે 17 ઓક્ટોબરે એટલે કે એક વર્ષ અને 10 દિવસ (375)ના લાંબા સમય પછી પૂર્ણ થયું. નવા ફટકાથી હમાસને ઘણું નુકસાન થયું હશે, કારણ કે ઈઝરાયેલની સેનાએ 31 જુલાઈના રોજ હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી દીધી હતી. આ પછી તેના સહયોગી જૂથ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ પણ માર્યા ગયા છે.


Spread the love

Read Previous

યોગી-રાજનાથ સહિત 9 નેતાઓની સુરક્ષામાંથી હટશે NSG,હવે તેમની જગ્યા CRPF લેશે

Read Next

તાઇવાને મુંબઇમાં TECCનું કાર્યાલય શરૂ કરતા ચીને ભારત સમક્ષ ગંભીર વિરોધ નોંધાવ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram